અમદાવાદમા ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ભાજપે ગરીબોનું અપમાન કર્યું , કોંગ્રેસનો આક્ષેપ

February 22, 2020
 1214
અમદાવાદમા ડોનાલ્ડ  ટ્રમ્પના  સ્વાગત માટે ભાજપે ગરીબોનું અપમાન કર્યું , કોંગ્રેસનો આક્ષેપ

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસીય ભારતીય પ્રવાસને લઈને કોંગ્રેસે અનેક સવાલ ઉભા કર્યા છે. જેમાં કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું છે કે અમદાવાદના ટ્રમ્પના સ્વાગત માટે ગરીબોનું અપમાન કરવામા આવ્યું છે. દિવાલ બનાવીને તેમની ગરીબીને ઢાંકવામા આવી છે. આ ભાજપ સરકારની માનસિકતા છે. જયારે દેશ બાપુની ૧૫૦મી જયંતિ મનાવી રહ્યો છે ત્યારે બાપુના સાદગીના પ્રતિક હતા અને દરિદ્ર ને નારાયણ માનતા હતા. આ બાપુનું સન્માન નથી.

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આક્ષેપ મુક્યો કે ભારત સરકારનો દાવો છે કે સમગ્ર આયોજન એક નાગરિક અભિનંદન સમિતિ દ્વારા કરવામા આવી રહ્યું છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ આ સમિતિના આમંત્રણ પર ભારત આવી રહ્યા છે. આ સમિતિ ક્યારે બની તેનું રજીસ્ટ્રેશન કયારે કરવામા આવ્યું અને આટલા નાણા ક્યાથી આવ્યા. વાસ્તવિકતા એ છે કે આ તમામ નાણા ભારત અને ગુજરાત સરકારના છે.

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પ્રેસ કરીને જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યાત્રા પર આવી રહ્યા છે. ભારત અમેરિકા સંબંધ સામાન્ય છે. કોંગ્રેસ ભારત અને અમેરિકાના સબંધોને સમજે છે અને આ સબંધોનું સમર્થન કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ આ યાત્રા બંને દેશો માટે મહત્વપૂર્ણ છે. રક્ષા આર્થિક, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ કૃષિ અને તકનીક ક્ષેત્રની ભાગીદારી અને સહયોગની રીતે. અમારો વિચાર છે કે આ યાત્રાના સકારાત્મક પરિમાણો આવે અને તે દેખાવા પણ જોઈએ.તેમણે આગળ જણાવ્યું કે હાલમા જ ઘટેલી કેટલીક ઘટનાઓનો પડછાયો બંને દેશોના સબંધો પર પડે છે. અમેરિકાની ભારત સાથે મહત્વપૂર્ણ ભાગીદારી હોવા છતાં તેણે જીએસપી સમાપ્ત કરી દીધું છે. જેના લીધે ભારતમા ઉત્પાદિત વસ્તુઓ ઓછા ટેક્સથી અમેરિકાના બજારમાં જતી અટકી છે.

તેમણે આગળ જણાવ્યું કે આ યાત્રામા ત્રણ વસ્તુઓને ધ્યાનમા રાખવી જરૂરી છે. રાષ્ટ્રની સંપ્રભુતા, આત્મ સન્માન અને રાષ્ટ્ર હિત. આ રીતે આ સમગ્ર પ્રવાસ ગંભીર હોવો જોઈએ. તે માત્ર ફોટો સેશન પુરતી મર્યાદિત ના રહે.

Share: