ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને પરેશ ધાનાણીએ કર્યા મોદી સરકાર પર આકરા પ્રહાર

February 22, 2020
 697
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને  પરેશ ધાનાણીએ કર્યા  મોદી સરકાર પર આકરા પ્રહાર

ગુજરાતના અમદાવાદમા ૨૪ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રથમ લેડી મેલેનીયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવવાના છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે વિશ્વના સૌથી મોટા એવા મોટેરા સ્ટેડીયમનું ઉદ્ઘાટન કરવામા આવવાનું છે. જેની માટે અમદાવાદમા પુરજોશમા તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સાત ટ્વીટ કરીને મોદી સરકાર પાસે અનેક અપેક્ષાઓ જાહેર કરીને મોદી સરકાર પર કટાક્ષ કરીને આકરા પ્રહાર કર્યા છે. તેમણે અમદાવાદમા અમેરિકન કોન્સ્યુલેટ, પીઓકે માં ભારતીય ધ્વજ લહેરાવવો ગુજરાતીઓને કાયમી સીટીઝનશીપ આપવા સહિતના મુદ્દે મોદી સરકારને ઘેરી હતી.પરેશ ધાનાણીએ લખ્યું છે કે " મોદીજીનાં મિત્ર ગુજરાતીઓનાં અમેરિકન વિઝા ફ્રી કરશે એવી અપેક્ષા સહ.., અમેરીકાનાં 'રાષ્ટ્ર પ્રમુખ'નું ગરવી ગુજરાતમાં સ્વાગત કરૂ છું. જયારે તેમણે બીજી ટ્વીટમા લખ્યું છે કે મોદીજીનાં મિત્ર અમદાવાદમાં અમેરિકન કોન્સ્યુલેટ શરૂ કરશે એવી અપેક્ષા સહ..પરેશ ધાનાણીએ તેમની ત્રીજી ટ્વીટમા લખ્યું છે કે મોદીજીનાં મિત્રમોદીજીનાં મિત્ર "'બિન - અધિકૃત"' ગુજરાતીઓને અમેરીકામાં કાયમી સિટીઝનશિપ આપશે એવી અપેક્ષા સહ..,.., ચોથી ટ્વીટમા લખ્યું છે કે મોદીજીનાં મિત્ર ભારતને પુનઃ વિકાસશીલ દેશનો દરજ્જો આપશે એવી અપેક્ષા સહ..,જયારે પરેશ ધાનાણીએ પાંચમી ટ્વીટમા લખ્યું છે કે મોદીજીનાં મિત્ર ભારતને 'આંતર રાષ્ટ્રીય' સુરક્ષા પરિષદમાં સમાવવા વીટો વાપરશે એવી અપેક્ષા સહ.., તેમણે


છઠ્ઠી ટ્વીટમા લખ્યું છે કે મોદીજીનાં મિત્ર "અરુણાચલ" ની સરહદ મુદ્દે ચીનને ચિમકી આપશે એવી અપેક્ષા સહ.., તેમજ છેલ્લી અને સાતમી ટ્વીટમા લખ્યું છે કે મોદીજીનાં મિત્ર 'પાકિસ્તાની' કબ્જાનાં કાશ્મીરમાં ભારતનો તિરંગો લહેરાવશે એવી અપેક્ષા સહ.., અમેરીકાનાં 'રાષ્ટ્રપ્રમુખ'નું ગરવી ગુજરાતમાં સ્વાગત કરૂ છું..!

Share: