વધુ બે અમેરિકન વિમાન એરપોર્ટ પહોંચ્યું, ટ્રમ્પની કાર 'બિસ્ટ' અમદાવાદ આવી.

February 22, 2020
 681
વધુ બે અમેરિકન વિમાન એરપોર્ટ પહોંચ્યું, ટ્રમ્પની કાર 'બિસ્ટ' અમદાવાદ આવી.

એકબાજુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વધુ બે યુએસ એરફોર્સનું હર્ક્યુલસ પ્લેન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યું છે. છેલ્લા ચાર દિવસમાં અમેરિકન એરફોર્સના બે વિમાનો સુરક્ષાના સાધનો લઈને આવી પહોંચ્યા છે. ત્રણ ટ્રક ભરીને સામગ્રી લાવવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે સ્નિફર ડોગ પણ લવાયા છે.

આ વિશાળ વિમાનમાં ડોનાલ્ડ ટ્રમ્પની 'બિસ્ટ' કાર લાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે તો એરપોર્ટ પર ફોટા પાડવા માટે પણ પ્રતિબંધ લાદી લેવાયો છે. એરપોર્ટની દિવાલો પર પડદાં લગાવી દેવાયાં છે.જેથી રન-વે એરપોર્ટની હલચલ ન જોઈ શકાય.

Share: