ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારત આવશે, અમદાવાદના રોડ શો દરમ્યાન ગાંધી આશ્રમ પહોંચશે 

February 24, 2020
 654
ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારત આવશે, અમદાવાદના રોડ શો દરમ્યાન ગાંધી આશ્રમ પહોંચશે 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે બે દિવસની ભારત યાત્રાએ વોશિંગ્ટનથી સીધા અમદાવાદ પહોંચશે. તેમની સાથે પત્ની મેલેનીયા પણ હશે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ માટે ગઈકાલે નીકળી ચુક્યા છે અને તે આજે સવારે ૧૧.૪૦ વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

રવિવારે ભારત આવતા પૂર્વે તેમણે કહ્યું કે ' હું ભારતના લોકોને મળવા ઉત્સુક છું હું લાખો લોકોને મળશે. મને વડાપ્રધાન સાથે બહુ સારું લાગે છે. પીએમ મોદી મારા મિત્ર છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદીએ કહ્યું કે આ અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ છે. હું આશા કરું છું કે ભારત પ્રવાસ દરમ્યાન આ મોટી ઇવેન્ટ હશે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલેનીયા, બેટી ઇવાંકા અને જમાઈ જેરેડ કુશનર પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ ભારત આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસને લઈને ખાસ્સા ઉત્સાહિત છે. તેમણે યાત્રા પૂર્વે વિડીયો સંદેશમા કહ્યું છે કે તે આ પ્રવાસને લઈને ઉત્સાહિત છે.પીએમ મોદીએ કહ્યું છે કે એરપોર્ટથી લઈને રસ્તા સુધી ૭૦ લાખ લોકો મારું સ્વાગત કરી રહ્યા છે. જો આમ થશે તો તે બેહદ મજેદાર હશે.

વોશિંગ્ટનમા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું જે તે પીએમ મોદીને પસંદ કરે છે તે ભારત સાથે ડીલ કરી શકે છે. પરંતુ ડીલ ચુંટણી બાદ થશે કે પછી તે ખબર નથી.મેં તેને ચુંટણી બાદ માટે બચાવીને રાખી છે. આ એક મોટી વ્યાપારિક ડીલ હશે. ટ્રમ્પે કહ્યું જે આ કાર્યક્રમ એવી જગ્યાએ છે જ્યાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડીયમ છે. મને આશા છે કે તમને બધાને મજા આવવાની છે.

Share: