પનીર મંચુરિયન રેસીપી

February 25, 2020
 1026
પનીર મંચુરિયન રેસીપી

જો તમને ચાઇનીઝ ખાવાનું મન થાય છે, તો તમારે બહાર જવાને બદલે ઘરે ગરમ ગરમ મંચુરિયનનો આનંદ માણો. તેને એક અલગ સ્વાદ આપવા માટે, પનીર ઉમેરો, જે મંચુરિયનમાં ચોક્કસ સ્વાદ ઉમેરશે. આ વાનગી ફક્ત પરિવારને જ નહીં પણ મહેમાનોને પણ વધારે પસંદ આવશે. અને હા, બાળકોને પણ આનો ટેસ્ટ ઘણો ગમશે કે તેઓ પણ તેને ઝટપટ ખાઈ જશે.

પનીર મંચુરિયનની સામગ્રી:

૩૦૦ ગ્રામ પનીર

૨ ટેબલ સ્પૂન મૈંદા લોટ

૪ ચમચી કોર્નફ્લોર

૨ મીડીયમ ચમચી આદુ-લસણની પેસ્ટ

૧ કપ બારીક કાપેલ શિમલા મિર્ચ

૧ જીણી સમારેલી ડુંગળી

૨ ઝીણા કાપેલ લીલા મરચા

૧ કપ બારીક સમારેલા લીલા મરચા

૨ ચમચી કેચઅપ

૧ મોટી ચમચી સોયા સોસ

૧ મીડીયમ ચમચી મરચાંની ચટણી

એક ચપટી અજિનોમોટો

તેલ

મીઠું સ્વાદ અનુસાર

પનીર મંચુરિયન બનાવવાની રીત:

એક બાઉલ માં મૈંદા લોટ, કોર્નફ્લોર, એક ચમચી આદુ-લસણની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. તેમાં પાણી ઉમેરીને ઘોલ તૈયાર કરો અને પનીરના નાના ટુકડા કાપીને ટુકડાને તેમાં નાખો અને મેરીનેટ કરો.

૨૦-૨૫ મિનિટ પછી, મેરીનેટ પનીરને બારીક સમારેલી શાકભાજીમાં મિક્સ કરી નાંખો અને નાના નાના બોલ બનાવી લો. તેને મૈંદામાં બોળીને ફ્રાય કરો. પીસનો ભાગ આછો ભુરા રંગનો થઇ જવા જોઈએ.

હવે એક પેનમાં બે ચમચી તેલ નાંખો. ગરમ તેલમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો. જ્યારે તે ગોલ્ડન કલરનો થઈ જાય ત્યારે તેમાં લીલા મરચા, શિમલા મિર્ચ અને ડુંગળી નાખો. તેને ૪-૫ મિનિટ સુધી પકવા દો.

તેમાં કેચઅપ, સોયા સોસ, મરચાંની ચટણી, અજિનોમોટો અને મીઠું નાખો. તેમાં પનીર બોલ અને લીલી ડુંગળી નાખો. તેને ૪-૫ મિનિટ સુધી થવા દો અને હવે મંચુરિયન તૈયાર છે.

Share: