ટ્રમ્પ માટે ૭૦ લાખ લોકો લાવવાની વાત વાળા ૧ સ્ટેડિયમ પણ ભરી ના શક્યા

February 25, 2020
 611
ટ્રમ્પ માટે ૭૦ લાખ લોકો લાવવાની વાત વાળા ૧ સ્ટેડિયમ પણ ભરી ના શક્યા

હાસ્યાસ્પદ દાવાઓ કરવા માટે વિશ્વ વિખ્યાત એવા નકલી હિંદુ ધર્મના સમ્રાટ ફેંકુલોજી મા ડબલ ડિગ્રી લાવી શકે તેવા ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને કહ્યું હતું કે તમે ભારત માં અમદાવાદ શહેર માં આવશો તો તમારું સ્વાગત ૭૦૦૦૦૦૦ સિત્તેર લાખ લોકો કરશે. અને સામે અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હરખ ઘેલો થઈ ગયો હતો અને તેને સ્વીકાર્યું હતું કે હું તો ૪૦૦૦૦ ચાલીસ હજાર જેટલાં લોકો પણ ભેગા નથી કરી શકતો. મને સાંભળવા માટે પણ એટલા બધા લોકો ભેગા નથી થતાં અને એટલી તો ભીડ આવશે તે વાત સાંભળી ને હું અત્યાર થી રોમાંચીત થઇ ગયો છું.

પણ હકીકત મા શું થયું ?? ટાઇ ટાઇ ફિશ જ થાય ને. આતો evm દ્વારા ગુજરાત ની પણ 26 સીટો મેળવી લેવામાં આવી છે. અમદાવાદ શહેર માં થી પણ ભાજપ ના કાર્યકરો એ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જવા માટે મન નહોતું બનાવ્યું કારણ કે અમિત શાહ અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ ના રેકોર્ડ મુજબ અમદાવાદ શહેર માં જ ૧૦૦૦૦૦૦ દસ લાખ થી વધુ ભાજપ ના કાર્યકરો છે અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ની કેપીસિટી ૧૦૦૦૦૦ એક લાખ વ્યક્તિ નો સમાવેશ કરી શકે છે. પણ મહા મુસીબતે અમદાવાદ શહેર માં થી ૨/૫૦૦ બે કે પાંચ હઝાર લોકો આવ્યા હશે.

ગુજરાત સરકાર તરફથી એસ ટી ની ૨૨૦૦ બસો મફત માં ગુજરાત ના છેડે થી અમદાવાદ શહેર ના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ લાવવા લઈ જવા માટે તૈયાર હતી અને અમદાવાદ શહેર ની ૬૦૦ બસો હોવા છતાં પણ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાલી પડ્યું હોવાથી સ્ટેડિયમ ના દરવાજા ઓ જાહેર જનતા માટે ખોલી નાખવા મા આવ્યા હતા અને આસપાસ ના વિસ્તારો માં કહેવામાં આવ્યું હતું કે જેને પણ સ્ટેડિયમ મા જવું હોય તે પાસ વગર જઈ શકે છે ત્યારે દેખાવ કરવા ખાતર જનતા ને છુટા છૂટા બેસાડીને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ભરાયેલું દેખાય એવું વાતાવરણ બન્યું હતું.

સિત્તેર લાખ નહિ પણ સિત્તેર હજાર જેટલા ભાજપ ના કાર્યકરો ની સંખ્યા નહોતી પણ ૨/૩ ટાઈમ નાસ્તો અને કંઇક હાથ ખર્ચી મળે તે હેતુથી બેકારી નો સામનો કરી રહેલા નાગરિકો મજબૂરી મા આવ્યા હતા આ ૧૦૦ ટકા સત્ય હકીકત છે બાકી તો પેડ મિડીયા વાળા જે લખવું હોય તે જ લખી રહી છે કે ટીવી પર બતાવી રહી છે

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: