દિલ્હીમા વકરી રહેલી હિંસા પર કેજરીવાલ બોલ્યા, સીમા પારથી લોકો પ્રવેશી રહ્યા છે

February 25, 2020
 685
દિલ્હીમા વકરી રહેલી  હિંસા પર કેજરીવાલ બોલ્યા, સીમા પારથી લોકો પ્રવેશી રહ્યા છે

દિલ્હીની હિંસા પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રભાવિત વિસ્તારના તમામ દળોના નેતા સાથે બેઠક કરી છે. આ બેઠક બાદ તેમણે પોતાની મુશ્કેલી લોકો સમક્ષ મૂકી હતી. તેમણે લોકોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે હિંસાથી કોઈનું ભલું થતું નથી. તેમણે કહ્યું કે બાહરના રાજ્યના લોકો બોર્ડર ક્રોસ કરીને દિલ્હીમા આવી રહી છે. જેના લીધે દિલ્હીમા હિંસા થઈ રહી છે. તેમણે કહ્યું કે મંદિર અને મસ્જીદમાંથી શાંતિ જાળવી રાખવા અપીલ કરવા કહ્યું હતું.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો હિંસા વધે તો આવતીકાલે તેનો કોઈપણ શિકાર બની શકે છે. આ સ્થિતિ યોગ્ય નથી. જેમના ઘર, દુકાન અને ગાડીઓ સળગાવી તે યોગ્ય સ્થિતિ નથી.અરવિંદ કેજરીવાલની આ બેઠકમા તમામ દળોના ધારાસભ્યો અને સીનીયર અધિકારીઓ હાજર હતા. તેમજ આ સ્થિતિમા તમામ હોસ્પિટલ અને ફાયર બ્રિગેડના સ્ટાફે તૈયાર રહેવાની જરૂર છે. ફાયરના સ્ટાફે પોલીસ સાથે તાલમેલ કરીને ચાલવું જોઈએ.

આ બેઠક બાદ કેજરીવાલ બોલ્યા કે તમામ ધારાસભ્યો સાથે વાત પરથી એક તારણ નીકળ્યું છે કે. આ ઘટના સમયે પોલીસની સંખ્યા ખુબ જ ઓછી હતી અને તે ટોળાને ભગાડી શકે તેમ ન હતા. તેમજ તેમને એક્શન લેવા માટે આદેશની જરૂર હતી. તેમજ આ બાબત તેમણે ગૃહમંત્રી સાથેની મુલાકાત પણ ઉઠાવી હતી.કેજરીવાલના મતે દિલ્હીમાં ફેલાઈ રહેલી હિંસામા જે બાબત સામે આવી રહી છે તે એ છે કે સીમા બહારના લોકો આવીને દિલ્હીમાં ધુસી રહ્યા છે. જેના લીધે દિલ્હીમા અશાંતિ પેદા થઈ છે. તેથી કેજરીવાલે બોર્ડર સીલ કરવાની પણ રજુઆત કરી છે. તેમજે પોલીસ કમિશ્નરને આ અંગે ધ્યાન આપવા પણ જણાવ્યું છે.

Share: