૨૦ વર્ષમાં તૈયાર થઈ દુનિયાની સૌથી લાંબી રેલ્વે ટનલ

February 25, 2020
 695
૨૦ વર્ષમાં તૈયાર થઈ દુનિયાની સૌથી લાંબી રેલ્વે ટનલ

દુનિયાની સૌથી લાંબી અને ઊંડી રેલ્વે ટનલ બનીને તૈયાર થઈ ચુકી છે. આ સ્વિટ્ઝર્લૅન્ડમાં આલ્પસ પર્વતની નીચે હજારો ફૂટ નીચે બનાવવામાં આવી છે. ગોટહાર્ડ બેઝ ટનલ (જીબીટી) સ્વિટ્ઝર્લૅન્ડના યુરીના સેન્ટ્રલ કેન્ટનના અર્સ્ટફેલ્ડથી શરૂ થઈને સધર્ન ટીસીનો કેન્ટનના બોડીયો સુધી ચાલશે. તેનાથી હવે જ્યુરીખથી મિલાનની વચ્ચે બે કલાક ૪૦ મિનીટનો સમય લાગશે. ટનલને બે ભાગમાં વહેંચવામાં આવી છે.

ગોટાહાર્ડ બેઝ ટનલના ખોદકામ દરમિયાન એન્જિનિયર્સને ૭૩ વિભિન્ન પ્રકારના પથ્થરોનું ખોદકામ કરવું પડ્યું હતું. તેમાંથી કેટલાક ગ્રેનાઈટની જેમ કઠણ અને કેટલાક નાજુક હતા. આ દરમિયાન ૨.૮ કરોડ ટન પથ્થર નીકાળવા આવ્યા હતા. વીજળી અને કેબલ સ્થાપિત કરવામાં ૨૫૦૦ થી વધુ મજૂરોને લગાવવામાં આવ્યા હતા.

આ ડ્યુઅલ ટનલ ૫૭ કિલોમીટર લાંબી અને જમીનની સપાટીથી ૨.૩ કિલોમીટર નીચે છે. જ્યાં તાપમાન ૪૬ ડીગ્રી સુધી છે. તેના ઉપર ઊંચા-ઊંચા પહાડ છે. તેને બનાવવામાં લગભગ ૨૦ વર્ષ લાગ્યા છે. તેનું નિર્માણ કાર્ય ૧૯૯૬ માં શરુ થયું હતું.

તેને ૧ જુન ૨૦૧૬ ના ખોલવામાં આવ્યું અને માલવાહક સેવા ૧૧ ડીસેમ્બર ૨૦૧૬ ના શરુ થઈ હતી. અત્યાર સુધી દુનિયામાં સૌથી લાંબી ટનલ જાપાનની ૫૩.૯ કિલોમીટર ‘સેઈક્ન રેલ’ હતી, પરંતુ હવે આ સિદ્ધી ગોટહાર્ડના નામે થઈ ગઈ છે.

Share: