ફેસબુક મેસેન્જરની બદલાશે ડીઝાઈન, દુર કરવામાં આવશે ઘણા ટેબ્સ

March 03, 2020
 798
ફેસબુક મેસેન્જરની બદલાશે ડીઝાઈન, દુર કરવામાં આવશે ઘણા ટેબ્સ

ફેસબુક પોતાની મેસેન્જર એપમાં મોટો ફેરફાર કરવાની છે. કંપની તેને રીડીઝાઈન કરવા પર કામ કરી રહી છે. એપના આ નવા અપડેટમાં ચેટ બોટ્સને દુર કરવા સિવાય વર્તમાન એપમાં મળનાર ડિસ્કવર ટેબને પણ દુર કરી દેવામાં આવશે. ત્યાર બાદ એપનો ઉપયોગ કરવો વધુ સરળ બની જશે. તેની સાથે જ ડીઝાઈન પણ પહેલાની સરખામણી કરતા ક્લીન દેખાશે. આ નવી અપડેટમાં સ્ટોરીઝની સાથે જોવા મળનાર People ટેબને હાઈલાઈટ કરવામાં આવશે. આવી રીતે ઘણા યુઝર્સની સ્ટોરીઝ એક સાથે સ્ક્રીન પર જોઈ શકશે.

TeachCrunch એ પોતાની રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, એપમાં ઘણા ફેરફાર આગામી અઠવાડિયે જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, ફેસબુક પોતાની મેસેન્જર એપને સિમ્પલ અને કાસ્ટ બનાવવા ઈચ્છે છે, એવામાં આવી રીતનો નિર્ણય લેવા આવ્યો છે.

મિત્રોની સ્ટોરીજ દેખાશે સામે

નવી ડીઝાઈનમાં ફેસબુક People સેક્સનને પ્રમોટ કરશે જ્યાં મોટા આકારમાં તે મિત્રોની સ્ટોરીઝ જોવા મળશે, જેને છેલ્લા ૨૪ કલાકમાં સ્ટોરી શેર કરી છે.

Share: