૭૦ વર્ષના વૃદ્ધ છેલ્લા ૪૨ વર્ષથી દરરોજ લખી રહ્યા છે પત્ર, જાણો શું છે તેની પાછળનું કારણ

March 04, 2020
 710
૭૦ વર્ષના વૃદ્ધ છેલ્લા ૪૨ વર્ષથી દરરોજ લખી રહ્યા છે પત્ર, જાણો શું છે તેની પાછળનું કારણ

બ્રિટેનના લિવરપુલમાં રહેનાર ૭૦ વર્ષના વૃદ્ધ આજકલ ખુબ ચર્ચાઓમાં છે. બર્ની કેરોલ નામના આ વ્યક્તિ છેલ્લા ૪૨ વર્ષથી સતત સમાચારને રોજ પત્ર મોકલી રહ્યા છે, તેમના લખેલા પત્રમાં આજુબાજુની ફરિયાદો હોય છે.

કેટલીકવાર સ્થાનિક વહીવટી તંત્ર પણ આ ફરિયાદો અંગે કાર્યવાહી કરે છે, બાકી પર કોઈ ધ્યાન આપતું નથી. તો પણ તેમને પત્ર લખવાનું બંધ કર્યું નથી. બર્નીએ પ્રથમ વખત ૧૯૭૮ માં પત્ર લખ્યો હતો. ત્યારથી તેમને પત્ર લખવાનો સિલસિલો ચાલુ જ રાખ્યો છે.

બર્નીનું માનવું છે કે, ભલે મારા દ્વ્રારા લખવામાં આવેલ લેટરની ખાસ વેલ્યુ છે અથવા નહીં, તો પણ હું પોતાની વાત બધાની સામે રાખું છુ. તેમ છતાં, હું આ વાતથી સારી રીતે વાકેફ છુ કે, મારા પત્રમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવશે નહીં.

તેમ છતાં તેમના લખવાથી મારો અનુભવ વધુ સારો થયો છે. તેમને જણાવ્યું છે કે, હું લખવાનું બંધ કરી દોત, પરંતુ મારા ફ્રસ્ટેશન અને ગુસ્સાને દુર કરવામાં તેમને મારી ઘણી મદદ કરી છે. એવા ઘણા કારણો છે, જેના કારણે મને ગુસ્સો આવે છે, પરંતુ આ પત્રના કારણે હું પોતાના ગુસ્સાને શબ્દોનો આકાર આપી પેપર પર છાપી નાખું છુ.

બર્નીએ આટલા લાંબા સમયથી પત્ર લખવા પાછળનું એક કારણ એ પણ આપ્યું છે કે, તે પોતાની વાઈફ સાથે રહે છે અને તેમના બાળકો પણ નથી. એટલા માટે તેમની પાસે સારો એવો સમય હોય છે, તેમનું એ પણ કહેવાનું છે કે, આ પત્રના કારણે મારા લગ્ન બચ્યા રહ્યા છે. તેમના કારણે હું પોતાની પત્નીને વધુ હેરાન કરી શક્યો નથી.

Share: