આ કંપની માત્ર ૬૭૫ રૂપિયામાં દરરોજ આપી રહી છે ૫ જીબી ડેટા

January 12, 2019
 855
આ કંપની માત્ર ૬૭૫ રૂપિયામાં દરરોજ આપી રહી છે ૫ જીબી ડેટા

સરકારી કંપની બીએસએનએલે એક નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે અને આ પ્લાનના આધારે કંપની પોતાના યુઝર્સને ૫ જીબી ડેટા પ્રતિદિવસ આપી રહી છે, જેમાં ૧૦ એમબીપીએસની સ્પીડ મળશે. આ પ્લાનની સાથે યુઝર્સને ફરી ઈ-મેલ આઈડની સાથે ૧ જીબી સ્પેસ પણ મળે છે. એટલું જ નહીં યુઝર્સ આ પ્લાનમાં અનલીમીટેડ ફ્રી લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા પણ પ્રાપ્ત કરી શકશે. તમને જણાવી દઈએ કે, આ નવા પ્લાનની કિંમત ૬૭૫ રૂપિયા છે અને આ Andaman and Nicobar સર્કલમાં માન્ય નથી.

પ્લાન ડીટેલ્સ

આ પ્લાનમાં દૈનિક ડેટા મર્યાદા સમાપ્ત થઈ જાય તો પણ યુઝર્સ અનલીમીટેડ ડેટા ડાઉનલોડ કરી શકે છે, પરંતુ સ્પીડ ૧૦Mbps થી ઘટીને ૨Mbps થઈ જશે, પ્લાન નવા અને જુના બંને ગ્રાહકોને મળી શકશે. આ ઉપરાંત, બીએસએનએલ આ પ્લાનની વાર્ષિક ચુકવણી પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ૬૭૫ રૂપિયાના આ પ્લાનની એક સાથે પેમેન્ટ કરવા પર ગ્રાહકને માત્ર ૬૭૫૦ રૂપિયા આપવા પડશે. સામાન્ય તરીકે ૬૭૫ રૂપિયાના ૧૨ મહિનાની કુલ પેમેન્ટ ૮૧૦૦ રૂપિયા હોય છે.

એટલે ક ગ્રાહકોને માત્ર ૧૦ મહિના પેમેન્ટ કરવું પડશે અને તેમને બે મહિના ફ્રી મળશે અને આ કુલ ૧૩૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ હોય છે. તમને જણાવી દઈએ કે, બીએસએનએલે કંપિટશનમાં બન્યા રહેવા માટે પોત-પોતાના બ્રોડબેન્ડ પ્લાનમાં સતત ફેરફાર કરી રહ્યું છે. કંપનીએ તાજેતરમાં નવો પ્લાન લોન્ચ કર્યો હતો, જેના આધારે યુઝર્સને ૨૫ જીબી ડેટા પ્રતિદિવસ મળી રહ્યો છે. 

Share: