હોળી સાથે ભક્ત પ્રહલાદની જ નહીં પરંતુ જોડાયેલી છે કામદેવની પણ કહાની

March 07, 2020
 615
હોળી સાથે ભક્ત પ્રહલાદની જ નહીં પરંતુ જોડાયેલી છે કામદેવની પણ કહાની

દેશભરમાં આજે હોળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. હિન્દુઓ માટે હોળી ઘણો પૌરાણિક મહત્વ ધરાવે છે. હોળી સાથે ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કહાની જોડાયેલી છે. જો કે પોરાણિક માન્યતા મુજબ હોળી પર્વ સાથે પ્રેમના દેવતા કામદેવની કહાની પણ જોડાયેલી છે. એક માન્યતા અનુસાર પ્રેમના દેવતા કામદેવ હોળીના દિવસે ભસ્મ થયા હતા.

જેમાં પૌરાણિક માન્યતાઓ મુજબ માતા પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માગતા હતા પણ શિવ ભગવાન કઠોર તપસ્યામાં લીન હતા. જેના કારણે ભગવાન શિવનું ધ્યાન માતા પાર્વતી તરફ ન ગયું. તેવા સમયે તમામ દેવતાઓ આ વાતને લઈને ઘણાં ચિંતામાં હતા.

જો કે આ સમસ્યાના ઉકેલ માટે ભગવાન વિષ્ણુએ કામદેવને શિવજીની તપસ્યા ભંગ કરવા માટે કહ્યું. એવામાં કામદેવ માતા પાર્વતીની સહાયતા માટે આગળ આવ્યા તેમણે ભગવાન શિવ પર પ્રેમ બાણ ચલાવી દીધા હતા. જેથી ભગવાન શિવની તપસ્યા ભંગ થઈ. શિવજીએ આ ઘટનાથી ગુસ્સે થઈને ત્રીજું નેત્ર ખોલી નાખ્યું. શિવજીનું ત્રીજું નેત્ર ખોલવાથી કામદેવનું શરીર બળીને ભસ્મ થઈ ગયું. આ પછી તપસ્યા કરવા બેઠેલી માતા પાર્વતી તરફ તેમનું ધ્યાન ગયું. પાર્વતીની આરાધના સફળ થઈ અને શિવજીએ તેમને પત્ની તરીકે સ્વીકાર્યા. ત્યારે કામદેવની પત્ની રતિ રડવા લાગી અને શિવે તેમને પૂનઃ જીવીત કરવા માટેનું મન બનાવ્યું.

જ્યારે શિવજીનો ક્રોધ શાંત થયો તો તેમણે કામદેવને પુનર્જીવિત કરવા માટે એક ઉપાય શોધ્યો. કામદેવ ભગવાન શિવ દ્વારા ભસ્મ કર્યા પછી શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નના રુપમાં અવતરીત થયા, માટે તેમને શ્રીકૃષ્ણનો અંશ માનવામાં આવે છે. જે દિવસે કામદેવને શિવજીએ ભસ્મ કર્યા હતા તે હોળીનો દિવસ અને જે દિવસ કામદેવ પુનર્જીવિત થાય તે દિવસને ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે.

Share: