India

Politics

યુપીમાં વધતા અપરાધો પર પ્રિયંકા ગાંધીએ કર્યો યોગી સરકાર પર માર્મિક કટાક્ષ

June 29, 2019
 867

ઉત્તર પ્રદેશમા યોગીરાજમાં કથળેલી કાનુન વ્યવસ્થાને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હુમલો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે સમગ્ર ઉત્તર પ્રદેશમાં અપરાધી ખુલ્લેઆમ મનમાની કરીને ફરી રહ્યા છે. એક બાદ એક ગુનાહિત ઘટના ઘટી રહી છે. પરંતુ યુપીમા ભાજપ સરકાર નિષ્ક્રિય છે. શું ઉત્તર પ્રદેશ સરકારે ગુનેગારો સામે આત્મસમપર્ણ કરી દીધું છે.

પ્રિયંકા ગાંધીએ તેમની ટ્વીટમા સુલતાનપુરના ગોળી મારીને યુવકની હત્યા, ઉન્નાવ જેલમાં કેદીઓના હાથમાં લહેરાતી પિસ્તોલ, સગીર યુવતીનો ઘરેથી ઉપાડી ચાર લોકો દ્વારા ગેંગરેપ, બાગપાતમા ફેક્ટરી માલિકની ગોળી મારીને હત્યા અને બુલંદશહેરમા છેડછાડનો વિરોધ કરવા પર દબંગોના પરિવાર પર ગાડી ચઠાવી દેવી જેવી ઘટનાઓનો ઉલ્લેખ છે.

હાલમાં જ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમા કથળતી કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને યોગી સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં માસુમો પર અત્યાચાર થઈ રહ્યા છે. મહિલાઓમાં ભયનો માહોલ છે. લોકોને જીવતા સળગાવવામાં આવી રહ્યા છે. પરંતુ સત્તા રાગ દરબારીમાં વ્યસ્ત છે તેને કશું દેખાતું નથી. યુપી સરકાર મહિલા અને બાળકીઓની જવાબદારી લેવાનું ક્યારે શરૂ કરશે.

પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્વીટમાં મહિલાઓ અને બાળકીઓ સાથે થઈ રહેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ૧૪ જુનના રોજ આગ્રામાં બાર કાઉન્સિલના અધ્યક્ષ દરવેશ યાદવની હત્યા, અલીગઢમાં મહિલાને જીવતી સળગાવવાની ઘટના અને અલીગઢમાં માસુમ બાળકીની હત્યા જેવા અપરાધિક કિસ્સાઓ માટે યુપી સરકારને આડે હાથે લીધી હતી.

તેમણે ટ્વીટમાં બદાયુંનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ૧૫ દિવસ સુધી પોલીસ સ્ટેશન જવા છતાં ગેંગરેપ પીડિતાની પોલીસે ફરિયાદ લીધી ન હતી. જેના લીધે પીડિતાએ ફાંસી લગાવી દીધી હતી અને સુસાઈડ નોટ લખીને ન્યાયની માંગણી કરી હતી. જો કે આ બધા કરતા પણ ગંભીર ઘટના યુપીના અલીગઢના ટપ્પલની છે. જેમા માત્ર ૧૦ હજાર રૂપિયાના માટે બે નરાધમોએ અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને હત્યા કરી નાંખી હતી. જેનું શબ બે જુનના રોજ ક્ષત- વિક્ષત હાલતમાં ઘર નજીકની કચરા પેટીમાંથી મળી આવી હતી.

જેને લઈને પણ પ્રિયંકા ગાંધી યોગી સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અલીગઢની માસુમ બાળકી સાથે થયેલી અમાનવીય અને જઘન્ય ઘટનાએ ઝંઝોળી દીધા છે. અમે આ કેવો સમાજ બનાવી રહ્યા છે. બાળકીના માતા પિતા પર શું વીતી રહ્યું હશે તે વિચારીને દિલ કાંપી ઉઠે છે. અપરાધીને કડકમાં કડક સજા મળવી જોઈએ.

Tags:
Congress  Secretary  Priyanka Gandhi  Attack  Yogi  Government  Over  Increase  Crime  Uttar Pradesh  India  Politics  national  rape  women atrocity  traders murder  unnav  jail  pistol  vg news  news in gujarati  politics 

Share:

Latest News

  • ઇંગ્લેન્ડ માટે આવ્યા ખરાબ સમચાર, ટીમના આ સ્ટાર ખેલાડીએ લીધી નિવૃત્તિ
  • મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, ૫૦ લોકો દટાયા હોવાની આશંકા
  • ટીવીની આ અભિનેત્રી રીયલ લાઈફમાં છે હોટ, તસ્વીરો જોઈ તમે પણ બની જશો તેના દીવાના
  Latest News
  • વિડિઓ : એવી દુર્ધટના જેના ન માત્ર આંસુ નહી ગુસ્સો પણ આવ્યો
  • દેશમાં આયાત નિકાસ મા ઘટાડો. ભાજપ ગુજરાત ના શાસન દરમિયાન ખાનગી મિત્ર ઉદ્યોગો થી ૧૦ વર્ષ મા ૮૦૭૨૮ કરોડ રૂપિયાની વીજળી ખરીદી
  • જનતા ને ડરાવવા NIA નરેન્દ્ર મોદી નું નવું હથિયાર
  • સુપ્રિમ કોર્ટે ઈવીએમ- વીવીપેટને લઈને ચુંટણી પંચ પાસે માંગ્યો  બે સપ્તાહમા  જવાબ 
  • સચિન તેંડુલકરે પસંદ કરી વર્લ્ડ કપની પોતાની ટીમ, રવીન્દ્ર જાડેજાને પણ મળી જગ્યા
  Categories