India

Politics

રાહુલ ગાંધીને મનાવવા કોંગ્રેસમા રાજીનામાનો દોર, અનેક પદાધિકારીઓએ આપ્યા  રાજીનામા 

June 29, 2019
 847

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રમુખપદ છોડવાના પોતાના નિર્ણયને યથાવત રાખવાની મક્કમતાને લઈને કોંગ્રેસમા રાજીનામાનો દોર શરૂ થયો છે. જેમાં ગોવાના કોંગ્રેસ અધ્યક્ષ અને દિલ્હીના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સહિત ૧૨૦ પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

લોકસભા ચુંટણી પક્ષની હાર બાદ કોંગ્રેસ પક્ષના અનેક પદાધિકારીઓએ છેલ્લા ત્રણ દિવસમા પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપવાની શરૂઆત કરી છે. જેના લીધે રાહુલ ગાંધી સ્વતંત્ર રીતે પોતાની નવી ટીમ બનાવી શકે. જેમાં સૌથી પહેલા ગુરુવારે કોંગ્રેસના આરટીઆઈ અને લીગલ સેલના ચેરમેન વિવેક તનખાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેની બાદ શુક્રવારે દેશના અલગ અલગ રાજ્યોમાંથી પદાધિકારીઓના રાજીનામાના પત્ર આવવાની શરૂઆત થઇ છે.

જેમાં શુક્રવારે ઉત્તર પશ્ચિમ દિલ્હીના પાર્ટીના ઉમેદવાર રહેલા એન દિલ્હી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રાજેશ લીલોઠીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેની બાદ ગોવાના કોંગ્રેસ અધ્યક્ષ ગીરીશ ચંડોકરને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત હરિયાણા મહિલા કોંગ્રેસના પ્રમુખ સુમિત્રા મહાજન, મેઘાલયના પાર્ટી મહાસચિવ નેટા પી. સંગમા, સચિવ વીરેન્દ્ર રાઠોડ, છત્તીસગઢના સચિવ અનિલ ચૌધરી, મધ્ય પ્રદેશના સચિવ સુધીર ચૌધરી અને હરિયાણાના સચિવ સત્યવીર યાદવે પણ પદ પરથી રાજીનામું આપી દીધું છે.આ ઉપરાંત ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને મધ્ય પ્રદેશના પ્રભારી દિપક બાબરીયાએ પણ રાજીનામું આપી દીધું છે.

અત્યાર સુધી યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ અને પક્ષના અલગ અલગ સંગઠનોમાંથી અંદાજે ૧૨૦ લોકોએ પદ પરથી રાજીનામા આપ્યા છે. આ તમામ નેતાઓએ લખ્યું છે કે તે તેમના પદ પરથી રાજીનામુ આપી રહ્યા છે. તેમજ અમે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી સ્વતંત્ર રીતે પોતાની નવી ટીમની રચના કરે. આ પૂર્વે મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે પણ રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો.

અત્યાર સુધી ૧૨૦ લોકોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલ્યા છે. હજુ આ લીસ્ટ વધવાની સંભાવના છે. તેમજ આશા રાખવામા આવી રહી છે કે જો રાહુલ ગાંધી નહીં માને તો પાર્ટી અનેક નેતાઓ પણ રાજીનામું આપી શકે છે.

Tags:
120 Party  Office  Bearer  Resign .For  Rahul Gandhi  Still  Become  President  Of  Congress  India  Politics  Loksabha Election  Election 2019  Resign  vg news  news in gujarati  political news in gujarati  gujarati news  Mass Resignation 

Share:

Latest News

  • લોર્ડસના મેદાન પર ઈતિહાસ રચવાથી માત્ર એક રન રન દુર છે કેન વિલિયમ્સન
  • અલ્પેશ ઠાકોરને ભાજપનો થયો કડવો અનુભવ, કહ્યું, શિસ્તમાં રહો.
  • ગુજરાત ભાજપ સરકારે ૨૪ વર્ષના શાસનમા ખેડૂતોને દેવાદાર બનાવ્યા: વિક્રમ માડમ
  Latest News
  • અમદાવાદ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી, કાંકરિયા ખાતે રાઈડ તૂટી, બે નાં મોત ૨૫ ઘાયલ
  • આ શહેરની ઘડિયાળમાં ક્યારેય ૧૨ વાગતા નથી,જાણો શું છે રહસ્ય
  • એસીઝ માટે ઓસ્ટ્રેલિયાની ૨૫ સભ્યોની પ્રારંભિક ટીમની જાહેરાત
  • ગુજરાતમાં બે વર્ષમાં ૫૨, ૬૯૫ લોકોની આત્મ હત્યા ભાજપ સરકારની નિષ્ફળતાની નિશાની : પરેશ ધાનાણી
  • આશીષ નેહરાએ પસંદ કરી વર્લ્ડ કપ ઈલેવન, મહેન્દ્ર સિંહ ધોનીને બનાવ્યા કેપ્ટન
  Categories