Gujarat

અમદાવાદમા સીએમ રૂપાણીએ કરાવ્યું ૧૪૨મી રથયાત્રાનું પ્રસ્થાન, કડક સુરક્ષા વ્યવસ્થા 

July 04, 2019
 488

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ૪ જૂલાઈના રોજ સવારે ‘પહિંદ વિધિ’ કરી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો સવારે ૭.૦૦ વાગ્યે પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળભદ્રજી સાથે નગરયાત્રા માટે નીકળ્યા છે. જેમાં શણગારેલા ૧૮ ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ૧૦૧ ટ્રકો, અંગ-કસરતનાં નિદર્શન કરાવતા ૩૦ અખાડા,૧૮ ભજનમંડળીઓ અને ત્રણ બેન્ડવાજા અને રથને ખેંચતા ૧૨૦૦ ખલાસીઓ પણ સામેલ થયા છે.

અષાઢી બીજનાં દિવસે સવારે ૪.૦૦ વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઉપસ્થિત રહયા હતા. જ્યારે સવારે ૪.૩૦ વાગ્યે ભગવાનને વિશિષ્ટ એવો ખીચડી ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો..પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી ના આગમન બાદ તેઓ સોનાની સાવરણીથી’પહિંદ વિધિ’કરી અને રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથ,ભાઇ બળદેવજી તથા બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા માટે નીકળે તેવા રથયાત્રાના તહેવારની જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન માટે રોડ પર ઉતરી આવતા હોવાથી અને રથયાત્રાના લાંબા રૂટ પર કોઇ અનિચ્છનીય બનાવ બને નહિ તેના માટે ૨૫ હજારથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડસ અને લશ્કરી-અર્ધલશ્કરી દળના જવાનો તેનાત કરવામાં આવ્યા છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાશે. રથયાત્રાનું શહેરના ૨૨ કિલોમીટર લાંબા માર્ગ પર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે.જેમાં મુસ્લિમ વિસ્તારોમાં પણ રથયાત્રાનું સ્વાગત કરાશે. રથયાત્રાના ૨૨ કિલોમીટર માર્ગ પર ભગવાન યાત્રા પૂર્ણ કરી મોડી સાંજે નિજ મંદિરમાં પરત ફરશે.

અમદાવાદ શહેરમાં ૪ જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રાને પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ૨૫,૦૦૦ પણ વધારે સુરક્ષા જવાનો ખડેપગે રહેશે. તેમજ પોલીસ આ સમગ્ર રૂટ પર ડ્રોનથી બાજ નજર રાખશે. તેમજ પોલીસે રથયાત્રાના ૨૨ કિલોમીટર રૂટ પર ડ્રોનથી બાજનજર રાખવામાં આવશે. તેમજ પોલીસે રથ સાથે પણ મુવિંગ કેમેરા ગોઠવ્યા છે. જયારે સાત પોલીસ સ્ટેશનમાં કન્ટ્રોલરૂમ પણ શરુ કરવામાં આવ્યા છે.

રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસ કમિશ્નર સહિત અનેક ઉચ્ચ આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ જોડાયા હતા. તેમની આગેવાની સમગ્ર રૂટ પરની સુરક્ષા વ્યવસ્થાથી સમીક્ષા કરવામાં આવી હતી. આ સમગ્ર બંદોબસ્ત દરમ્યાન સમગ્ર રૂટની સુરક્ષા ૨૬ ભાગોમાં વહેચવામાં આવી છે. જેમાં એસઆરપી, સીઆરપીએફની ૨૭ ટુકડી તહેનાત કરવામાં આવી છે.

તેમજ આ ઉપરાંત મુવીગ બંદોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને સોંપવામાં આવી છે. રથ, હાથી, ટ્રકો, અખાડા અને ભજનમંડળીની સુરક્ષાની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે. આ ઉપરાંત જેમાં ૮ આઈજી , ૨૩ ડીસીપી, ૪૪ એસીપી, ૧૧૯ પીઆઈ મળીને કુલ ૨૫,૦૦૦ પોલીસકર્મીઓ વ્યવસ્થામાં ગોઠવવામાં આવી છે.

Tags:
Ahmedabad  CM Rupani  142nd Rath Yatra  Rath Yatra 

Share:

Latest News

  • રેસલર બબીતા ફોગાટના લગ્નની તૈયારીઓ શરુ, તસ્વીરો થઈ વાયરલ
  • ગુજરાતમા પાક વીમાના વળતર માટે ખેડૂતો ૩૧ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે, રજુ કરવા પડશે આ પુરાવા
  • સ્ટીવન સ્મિથે રચ્યો ઈતિહાસ, પાકિસ્તાન સામે તોડ્યો ૭૩ વર્ષ જુનો રેકોર્ડ
  Latest News
  • ઈસરોની સફળતા, કાર્ટોસેટ- ૩ અને અમેરિકાના ૧૩ નૈનો ઉપગ્રહ લોન્ચ કર્યા
  • ગુજરાતમા વીમા કંપનીઓ આગળ ભાજપ સરકારની લાચારી, ભાજપે સાંસદે ખેડૂતો માટે મુદ્દો લોકસભામા ઉઠાવ્યો
  • રોશન પરિવારની આ યુવતી કરશે બોલીવુડમાં ડેબ્યુ
  • શત્રુધ્ન સિંહાએ ભાજપ પર કર્યો કટાક્ષ, લખ્યું સો સોનારની અને એક શરદ પવારની 
  • આ રીતે બનાવો તલ અને સોજીની સ્વાદિષ્ટ બરફી
  Categories