ઠાકોરસેના પર પ્રભુત્વ જમાવવા અલ્પેશ ઠાકોર અને જુગલજી ઠાકોર વચ્ચે જામ્યો જંગ.

July 10, 2019
 485
ઠાકોરસેના પર પ્રભુત્વ જમાવવા અલ્પેશ ઠાકોર અને જુગલજી ઠાકોર વચ્ચે જામ્યો જંગ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઠાકોરસેનાને કેસરિયો રંગ રંગવા માટે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. જુગલજી ઠાકોરને રાજ્યસભાના સભ્ય બનાવી અડધી ઠાકોર સેના પર કબ્જો જમાવી લીધો છે. કેમ કે, જુગલજી ઠાકોરે જ ઠાકોર સેનાથી અલગ પડી ક્ષત્રિય સંગઠન રહ્યું હતું જેમાં ઠાકોર સેનાથી નારાજ સભ્યોને સમાવી લેવામાં આવ્યાં હતા. હવે જયારે અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જવા બેતાબ છે ત્યારે તેણે હવે ઠાકોર સેના પર પ્રભુત્વ જમાવવા પ્રયાસો કર્યો છે. કેમ કે, ઠાકોર સેનાના ખભે જ બંદૂક ફોડી અલ્પેશ ઠાકોર પોતાની રાજકીય કારકિર્દી ઘડી છે. હવે જો ઠાકોર સેના સાથ નહિ આપે તો અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી જોખમમાં મુકાઈ શકે છે.

આ તરફ, રાજયસભાના સભ્ય બન્યાં બાદ જુગલજી ઠાકોર પણ ઠાકોર પર પ્રભુત્વ જમાવવા સક્રિય બન્યાં છે. અમિત શાહે માસ્ટર સ્ટ્રોક ખેલીને બે યુવા ઠાકોર નેતાઓને એકબીજાની સામે મૂકી દીધા છે. આ બંને ઠાકોર અને ઓબીસી મતદારો પર પ્રભુત્વ જમાવવા સક્રિય બન્યાં છે. જેના લીધે રાજકીય જંગ ખેલાઈ રહ્યો છે. જેમાં સરવાળે ભાજપને જ ફાયદો થવાનો છે.

Share: