Gujarat

ગુજરાતમાં મોલ મલ્ટીપ્લેક્ષ માલિકોને હાઈકોર્ટનો આંચકો, ગ્રાહકો પાસે પાર્કિગ ચાર્જ નહીં વસુલી શકે

July 10, 2019
 593

ગુજરાત હાઈકોર્ટે મોલ અને મલ્ટીપ્લેક્ષમા પાર્કિગના મુદ્દે મહત્વપૂર્ણ અને આખરી ચુકાદો આપ્યો છે. જેમાં લોકો માટે આ નિર્ણય આનંદરૂપ સાબિત થયો છે. હાઈકોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું છે કે મોલ અને મલ્ટીપ્લેક્ષ ગ્રાહકો પાસેથી પાર્કિગ ચાર્જ વસુલી શકે નહીં. હાઈકોર્ટની ડીવીઝન બેન્ચે સ્પષ્ટ કર્યું છે બિલ્ડીગ પ્લાનમા પણ આ રીતે ચાર્જ વસુલ કરવાની કોઈ મંજુરી મહાનગરપાલિકાએ આપી નથી.તેમજ જો કોઈ મોલ કે મલ્ટીપ્લેક્ષ આ પ્રકારનો ચાર્જ વસુલ કરશે તો કોર્પોરેશન અને પોલીસ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

આ અંગે હાઈકોર્ટ ગત ઓક્ટોબર માસમા મોલ અને મલ્ટીપ્લેક્ષ માલિકોને રાહત આપીને આંશિક રીતે પાર્કિગ ચાર્જ વસુલ કરવાની મંજુરી આપી હતી. આ સમગ્ર કેસ મોલ અને મલ્ટીપ્લેક્ષ માલિકો મહાનગરપાલિકા અને પોલીસના પાર્કિગને ફ્રી કરવાના આપેલા આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

જેમાં મહાનગરપાલિકાએ દલીલ કરી હતી કે તેમણે મોલ અને મલ્ટીપ્લેક્ષની મંજુરી ચાર્જેબલ પાર્કિગની રીતે આપી નથી.તેમજ ગ્રાહકને પાર્કિગ આપવું તે તેમની પ્રાથમિક ફરજ છે. તેથી મોલ અને મલ્ટીપ્લેક્ષ પાર્કિગ ચાર્જ વસુલી શકે નહીં.

આ દરમ્યાન કેટલાક મોલ- મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી છેકે, તેઓ પાર્કિંગમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ત્યારે તેઓ પાર્કિંગ માટે ચાર્જ વસૂલી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પાર્કિંગ મામલે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોલ-મલ્ટિપ્લેક્સ, હોસ્પિટલ સહિતના એકમો દ્વારા જો તેની મુલાકાત લેનાર ગ્રાહકોને મફત પાર્કિંગની વ્યવસ્થા આપવા માટે નિર્દેશ આપ્યો હતો. જે અનુસંધાને પણ મોલ-મલ્ટિપ્લેક્સ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલવા સામે રોક લગાવી હતી.

Tags:
Gujarat  Mall  And  Multiplex  Owner  Jolt  From  High Court  Cannot  Charge  Parking Fee  From  Customer  corporation  division bench  india  vg news  news in gujarati  traffice. vehicle 

Share:

Latest News

  • ૭૦ વર્ષમા સૌથી ખરાબ સ્થિતિમા ભારતીય અર્થતંત્ર, નીતિ આયોગના ઉપાધ્યક્ષે વ્યક્ત કરી ચિંતા
  • ફોર્બ્સ યાદીમાં અક્ષય કુમાર બન્યા ચોથા સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા
  • હવે શરદ પવાર વિરુદ્ધ દાખલ થશે પોલીસ ફરિયાદ, મુંબઈ હાઈકોર્ટનો આદેશ
  Latest News
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી મા હેડ ઓફ મિશન ની મોટી મીટીંગ રદ, ગુજરાત ની જનતા ને ભોગ બનવું પડી શકે છે??
  • દિલ્હીમા ૧૩૧ કરોડ રૂપિયા ના ખર્ચે ગુજરાત ભવન, રાજનેતાઓ રૂપિયા બરબાદ કરતા અટકે તો સારું
  • ઇડીથી ચિદમ્બરમને રાહત કોર્ટે કહ્યું સોમવાર સુધી ધરપકડ નહીં, કપિલ સિબ્બલે લગાવ્યા તુષાર મહેતા પર ગંભીર આક્ષેપ 
  • ગુજરાતમા સીઝનનો ૮૯.૩૦ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમા સૌથી વધારે ૧૦૪ ટકા વરસાદ નોંધાયો
  • બોલીવુડ અભિનેત્રી સુરવીન ચાવલાની લેટેસ્ટ તસ્વીરો થઈ વાયરલ
  Categories