Gujarat

ગુજરાતની ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની  પેટાચૂંટણીમાં ૧૧ પર ભાજપનો વિજય, ત્રણ કોંગ્રેસે જીતી

July 10, 2019
 577

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, હાલમાં જ ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપાના ઉમેદવારોને પ્રજાના આશીર્વાદ મળ્યા છે.જેમાં આજે આવેલ પેટા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપા પાસે અગાઉ ૬ બેઠકો હતી તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ ૧૧ બેઠકો પર કમળ ખીલ્યુ છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭ બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ૩ ઉપર અટકી ગઇ છે. આમ, કોંગ્રેસ હંમેશા સતત પરાજય બાદ વિખેરાતી જાય છે. આમ, જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપા સાથે છે તેની પ્રતિતિ કોઈપણ ચૂંટણીનાં પરિણામોથી થાય છે.

પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાની ચાલતી ભાજપ સરકાર લોક કલ્યાણનાં કાર્યો અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ની આગેવાનીમાં સંગઠન શક્તિને કારણે દરેક નાની-મોટી ચૂંટણીઓનાં પરીણામોમાં ગુજરાતની જનતાએ જે રીતે ભાજપામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના પરથી પ્રતિતિ થાય છે કે જનતા જનાર્દને હંમેશા ભાજપાની વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને જે તે નગરપાલિકામાં જનતાજનાર્દને ભાજપાના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે.

જયારે ત્રણ બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે.

Tags:
Gujarat  Bjp  Win  15  Out  10 Seat  Nagarpalika  Bye Election  congress  gujarat bjp  vijay rupani  nitin patel  india  politics  vg news  news in gujarati 

Share:

Latest News

  • એશીઝ સીરીઝ : ચોથી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડ ટીમની જાહેરાત, જેમ્સ એન્ડરસન બહાર
  • જમૈકા ટેસ્ટ : કોહલી-અગ્રવાલની ફિફ્ટી, પ્રથમ દિવસે ભારતના ૫ વિકેટે ૨૬૪ રન
  • વિડિઓ : ડીપ નેક પરપલ ગાઉનમાં ટીવીની આ સંસ્કારી બેટીએ ફ્લોન્ટ કરી ક્વિલેજ
  Latest News
  • વિડિઓ : અશિતા ધવન ગોવામાં પતિ સાથે કરી રહી છે રોમાન્સ
  • હવે બુલેટ ટ્રેનની ગુજરાત ને જરૂરત નહિ રહે
  • આર્થિક મોરચે દેશ ને બરબાદ કરી રહેલી નરેન્દ્ર મોદી ની નીતિઓ થી જીડીપી ઘટી ને ૫ ટકા
  • ટી-૨૦ બ્લાસ્ટ : ઈયોને મોર્ગને ૨૯ બોલમાં ૮૩ રનની ઇનિંગ રમી ટીમને અપાવી રેકોર્ડ જીત
  • ગુજરાતમા સાત વિધાનસભાની પેટા- ચુંટણી ઓક્ટોબર માસમા યોજાવવાની શકયતા
  Categories