૧૨ વર્ષના નવયુવાને પોતાના નામે કર્યા ૪ વર્લ્ડ રેકોર્ડ

July 10, 2019
 399
૧૨ વર્ષના નવયુવાને પોતાના નામે કર્યા ૪ વર્લ્ડ રેકોર્ડ

ઉત્તર પ્રદેશમાં ૧૨ વર્ષના બાળકે ધર્મ અને જીવન જેવા વિષયો પર અત્યાર સુધી કુલ ૧૩૫ બુક લખી છે. તેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું જીવન પણ સામેલ છે. મુગેન્દ્ર રાજે જણાવ્યું છે કે, તેમને છ વર્ષની ઉમરથી બુક લખવાનું શરૂ કર્યું અને તેમની પ્રથમ બુક કવિતાઓનો સંગ્રહ હતો.

તે લેખક તરીકે ‘આજ કા અભિમન્યુ’ નામનો ઉપયોગ કરે છે અને તેમના નામે કુલ ચાર વર્લ્ડ રેકોર્ડ છે. તેમને જણાવ્યું છે કે, “મેં રામાયણના ૫૧ પાત્રનું વિશ્લેષણ કરી પુસ્તકો લખી છે. દરેક બુકમાં લગભગ ૨૫ થી ૧૦૦ પેજ છે. મને લંડનમાં આવેલ વર્લ્ડ યુનિવર્સીટી ઓફ રેકોર્ડ્સથી ડોક્ટરેટ માટે ઓફર પણ મળી છે.”

સુલ્તાનપુરની ખાનગી શાલમાં અભ્યાસ કરાવનારી તેમની માતાએ જણાવ્યું છે કે, તેમના છોકરાએ બાળપણમાં વાંચવાનો રસ દેખાડ્યો અને તેમને પોતાના પુત્રને પ્રોત્સાહિત કર્યો હતો. મુગેન્દ્રના પિતા રાજ્યના ખાંડ ઉદ્યોગ નિગમમાં કામ કરે છે. મુગેન્દ્રએ જણાવ્યું છે કે, તે મોટા થઈને એક લેખક જ બન્યા રહેવા માંગે છે અને વિભિન્ન વિસ્જ્યો પર વધુથી વધુ પુસ્તકો લખવા માંગે છે.

Share: