ગુજરાતના વડોદરા એરપોર્ટ પર કાર્ગોમાંથી મળ્યો આરડીએક્સ, મોટી દુર્ઘટના ટળી

July 10, 2019
 625
ગુજરાતના વડોદરા એરપોર્ટ પર  કાર્ગોમાંથી મળ્યો આરડીએક્સ, મોટી દુર્ઘટના ટળી

ગુજરાતના વડોદરા એરપોર્ટ પરથી એક મોટી દુર્ઘટના ટળી છે. આ એરપોર્ટ પરના પ્લેન કાર્ગોના પાર્સલમાંથી આરડીએકસ મળી આવ્યો હતો. જેને સુરક્ષા મોટી ભૂલ ગણવામાં આવી રહી છે. આ પાર્સલને પંજાબ મોકલવામા આવી રહ્યું હતું. તેની પર પંજાબનું એડ્રસ લખવામા આવ્યું હતું.

તેમજ સુરક્ષા એજન્સીઓની એલર્ટનેસના લીધે એક મોટી આતંકી ઘટના ટળી છે. રક્ષા નિષ્ણાતોના મતે આ પ્રકારનું પાર્સલ મળવું મોટી સફળતા છે. વડોદરા દેશનું સૌથી વ્યસ્ત કાર્ગો ટર્મિનલ છે. આ પાર્સલ સૌથી પહેલા એયરલાઈન્સ સ્ટાફના ધ્યાનમા આવ્યું હતું. પાર્સલ શંકાસ્પદ જણાતા તેની સુચના સુરક્ષા અધિકારીઓને આપી હતી.

સુરક્ષા કર્મચારીઓએ આ પાર્સલને ચેક કર્યું હતું. જેમાં આરડીએકસ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાને પંજાબના ખાલીસ્તાની આતંકીઓની સક્રિયતાને લઈને જોવામાં આવી રહી છે. આ કારગોને વડોદરાના રજીસ્ટર કાર્ગોમાંથી બુક કરવામાં આવ્યો હતો. તેમજ સુરક્ષા એજન્સીઓ હવે એ બાબતની તપાસ કરવામા વ્યસ્ત છે કે આ પાર્સલ એકલું મોકલવામા આવ્યું હતું કે તેની સાથે કોઈ વ્યક્તિ હતું કે નહીં.

સુરક્ષા એજન્સીઓ આ પાર્સલ મોકલનારા વ્યક્તિની તપાસ કરવામાં લાગી છે. કારણ કે ગુજરાત અને પંજાબ બંને સીમાવર્તી રાજયો છે. તેવા સમયે સમગ્ર ઘટનાને સુરક્ષાની દ્રષ્ટિથી પણ મહત્વની માનવામાં આવી રહી છે.

Share: