હાલ ગુજરાત મા વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે જેમાં વિપક્ષ દ્વારા દરેક મુદ્દે સરકાર ને સવાલો પૂ છવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત સરકાર ની ઘણા સવાલ ના જવાબો આપતી વખતે પોલ ખુલતી હોય છે પણ તે બાબતે ખેદ વ્યક્ત થતો નથી ઉલ્ટા નું ભાજપ ના નેતાઓ દ્વારા કોંગ્રેસ ના શાસન દરમિયાન આમ થયું હતું તેમ થયું હતું એમ કહી ને મુદ્દો ઉડાડી દેવા મા આવે છે કુ પોષણ નો મુદ્દો ગુજરાત મા કાયમી ધોરણે છે તેમાં ગુજરાત સરકાર દ્વારા કશું કરવામાં નહિ આવતું હોય ત્યારે જ કુ પોષણ નો શિકાર બનતા માસૂમ બાળકો ની સંખ્યા માં ઘટાડો નથી આવતો આજે દોઢ લાખ જેટલા માસૂમ બાળકો કુ પોષણ નો શિકાર છે ત્યારે સવાલ ઉઠે છે કે સરકાર કરોડો રૂપિયા નો ખર્ચ બતાવે છે તે રૂપિયા ક્યાં જાય છે ?? ગાય માતા ના નામે અને રામ મંદિર ના નામે ભાજપ પાર્ટી નો જનમ થયો હતો અને આ નામે ગંદી રાજનીતિ કરી ને ભાજપ દેશમાં અને કેટલાય રાજ્યો મા સરકાર ચલાવી રહી છે અને આરએસએસ તેમજ ભાજપના નેતાઓ ના ઘર ભરી રહી છે.
સરકાર તો 5 વર્ષ સુધી નવી ચુંટણી આવે ત્યાં સુધી કહેવા ખાતર ચાલે છે પણ ગાય અને રામ મંદિર બનાવવા મુદ્દે દરેક ચુંટણી વખતે પ્રચાર દરમિયાન જનતા ને ગુમરાહ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર ને ગૃહ મા કોંગ્રેસ દ્વારા સવાલ કરવા મા આવ્યો હતો કે ૨૦૦ ફૂટ ના રીંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ પર જે જગ્યાએ ગૌ શાળા ચાલતી હતી ત્યાં ખાનગી હોસ્પિટલ કેવી રીતે બની ગઈ છે?? શું ગુજરાત મા ભાજપ ના નેતાઓ ની આ કઈ નીતિ છે ?? ત્યારે સરકાર ના મંત્રી ના હોઠ સિવાઈ ગયા હતા. જીએસટી બિલ અમલ મા આવ્યા બાદ ગુજરાત મા બોગસ બિલિંગ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે મોટે પાયે કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં ૨/૪ ટકા જેટલા ખોટા લોકો દેખાવ પૂરતા પકડાય છે પણ અમુક ભેજાબાજો કરોડો અરબો રૂપિયા લઈ ને છું થઈ ગયા છે.
ગુજરાત મા ભાજપ સરકાર ના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર એટલી હદે વધી ચુક્યો છે કે આમ આદમી ખેડૂતે પોતાના કમાણી ના 7 લાખ બેંક મા જમાં કર્યા હતા તે બાબત ઈનકમ ટેક્સ વિભાગે આ ખેડૂત ને નોટીસ ફટકારી હતી અને આ મામલે પતાવટ કરવા ૯૦૦૦૦ નેવું હજાર લાંચ માંગી હતી અને તેમાં ૩૦૦૦૦ ત્રિસ હજાર રૂપિયા ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.