સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના મહત્વના બે સભ્યોએ લીધી વિદાઈ

July 11, 2019
 374
સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના મહત્વના બે સભ્યોએ લીધી વિદાઈ

આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ ની સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના રાજીનામાની શરૂઆત થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયાના ૨ સપોર્ટ સ્ટાફે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. આ ટીમ ઇન્ડિયાના ફિઝીયો પેટ્રિક ફરહાર્ટ અને ટીમના ફિટનેસ કોચ શંકર બાસુ છે. જયારે ટીમ ઇન્ડિયાને કોચિંગ સ્ટાફના આ બે મહત્વના સભ્યની સેવાઓ મળશે નહીં.

પેટ્રિક ફરહાર્ટનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ સુધીનો હતો. ‘ઇન્ડીયન એક્સપ્રેસ’ ના મુજબ, બીસીસીઆઈએ આ બંનેને નવા કોન્ટ્રાક્ટ આપ્યા હતા. પરંતુ તેમને તેને આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી નહોતી. ફિઝીયો પેટ્રિક ફરહાર્ટએ ટ્વીટ કરતા લખ્યું છે કે, “ભારતીય ટીમની સાથે મારો આજે છેલ્લો દિવસ હતો. અમે ઈચ્છતા હતા તેવું પ્રદર્શન કરી શક્યા નહીં. હું બીસીસીઆઈનો આભાર માનું છુ, જેમને મને ભારતીય ટીમ સાથે ૪ વર્ષ સુધી કામ કરવાની તક આપી. ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફને આગળની સફર માટે પોતાની શુભકામના આપવા માંગુ છું” શંકર બાસુએ વર્લ્ડ કપ બાદ ટીમથી અલગ થવા પર કહ્યું છે કે, તે થોડા સમય માટે બ્રેક માંગે છે. બંનેએ તેને લઈને ટીમ મેનેજમેન્ટને જાણકારી આપી દીધી છે.

રસપ્રદ વાત એ છે કે, ટીમ ઇન્ડિયા ફિટનેસ કોચ શંકર બાસુએ ભારતીય ક્રિકેટરો માટે યો-યો ટેસ્ટ પાસ કરવો જરૂરી હતો. તેમ છતાં, શંકર બાસુ મોટા ભાગે પરદા પાછળ કામ કરવા માટે જાણીતા છે, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની ફિટનેસનો શ્રેય તેમને આપે છે. બંનેએ તાલમેલ એટલા માટે પણ સારો છે, કેમકે શંકર બાસુ આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પણ ભાગ રહ્યા છે. જયારે વિરાટ કોહલી આ ટીમના કેપ્ટન છે.

Share: