India

Politics

નેલ્શન મંડેલાને જયંતિ પર યાદ કર્યા પ્રિયંકા ગાંધીએ કહ્યું, તેમણે મને રાજકારણ આવવા જણાવ્યું હતું 

July 18, 2019
 678

નેલ્શન મંડેલાની જન્મ જયંતિ પર કોંગ્રસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમની સાથેની એક જૂની તસ્વીર શેર કરીને કહ્યું છે કે મંડેલાએ વર્ષો પહેલા કીધું હતું કે તેમણે રાજનીતિના આવવું જોઈએ. પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર તસ્વીર શેર કરીને કહ્યું કે દુનિયામા નેલ્શન મંડેલા જેવા વ્યક્તિનો કમી પહેલા કરતા આજે વધારે અનુભવાઈ રહી છે. તેમનું જીવન સત્ય, પ્રેમ અને આઝાદીની મિસાલ છે.

તેમણે કહ્યું કે મારા માટે તે અંકલ નેલ્શન હતા જેમણે કોઈ બીજા ના કહેતા પૂર્વે જ કહી દીધું હતું કે મારે રાજકારણમાં આવવું જોઈએ. તે હંમેશા મારા પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શક બન્યા રહ્યા.પ્રિયંકા ગાંધીએ જે તસ્વીર શેર કરી છે જે વર્ષ ૨૦૦૧ની જેમા તેમનો પુત્ર પણ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ આફ્રિકાના ગાંધી ગણાતા નેલ્શન મંડેલાનો જન્મ ૧૮ જુલાઈ ૧૯૧૮ના રોજ દક્ષિણ આફ્રિકાના વેજોમાં થયો હતો. તેમણે દક્ષિણ આફ્રિકામાંથી રંગભેદ હટાવવામા મહત્વની ભૂમિકા ભજવી હતી. દુનિયાભરમાં અન્યાય વિરુદ્ધ લડાઈના પ્રતિક બનેલા મંડેલાએ માત્ર આફ્રિકા જ નહીં પરંતુ દુનિયાના અનેક હિસ્સામાં સ્વતંત્રતાની ભાવનાને જાગૃત કરી હતી. નેલ્શન મંડેલાનું મૃત્યુ ફેંફસાના ઇન્ફેકશનના લીધે થયું હતું. તેમજ લાંબી બીમારી બાદ ૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ તેમનું નિધન થયું હતું.

પોતાની જિંદગી ૨૭ વર્ષ સુધી જેલની અંધારી કોટડીમા વિતાવ્યા બાદ નેલ્શન મંડેલા દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા હતા. નેલ્શન મંડેલા મહાત્મા ગાંધીના અહિંસા સિદ્ધાંતો તેમા પણ ખાસ કરીને મહાત્મા ગાંધીના વકાલતના દિવસોના દક્ષિણ આફ્રિકાના તેમના આંદોલનથી પ્રેરિત હતા. ૧૯૯૦મા તેમને દેશના સર્વોચ્ય નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામા આવ્યા હતા.

Tags:
priyanka Gandhi  Remember  Nelson Mandela  On  Birth  Anniversary  Said  He  Firstly  Tell Me  To  Enter  Politics  vg news  news in gujarati  india  internationa  south africa  africa  mahatma gandhi 

Share:

Latest News

  • વિડિઓ : ઐશ્વર્યા અને આમીર ની સાથે પણ કામ કરી ચુકી છે આ અભિનેત્રી
  • આજે છે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ
  • ગુજરાતમા બિનસચિવાલય ક્લાર્ક ગેરરીતી આંદોલનની કમાન કોંગ્રેસના હાથમા, રાત્રે ઉમેદવારોને ભોજન કરાવ્યું
  Latest News
  • ક્રિકેટમાં મોટો ફેરફાર, ભારત-વેસ્ટ સીરીઝમાં નો બોલનું ડીસીઝન થર્ડ અમ્પાયર આપશે
  • આ રીતે બનાવો સ્પેશિયલ મેંદુવડા
  • વિડિઓ : ન્યુઝ ફટાફટ
  • 4 બળાત્કારી ઓ નું પોલીસે એન્કાઉન્ટર કર્યું દેશ મા ખુશી નો માહોલ
  • અર્થ તંત્ર કાબૂ મા ના રાખી શકનાર નરેન્દ્ર મોદી સરકાર રાજીનામું આપી ને સંસદ ને ભંગ કરે
  Categories