ટાટા સ્કાયે ઘટાડી સેટઅપ બોક્સની કિંમત

August 20, 2019
 1373
ટાટા સ્કાયે ઘટાડી સેટઅપ બોક્સની કિંમત

ડેસ્કની પ્રમુખ ડાયરેક્ટ ટુ હોમ ઓપરેટર કંપની ટાટા સ્કયે પોતાના ગ્રાહકોને ખુશ કરતા પોતાના સેટટોપ બોક્સની કિંમત ઘટાડી દીધી છે. ટાટા સ્કાયે પોતાના હાઈ ડેફીનેશન સેટટોપ બોક્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ અગાઉ કંપનીએ એસડી સેટટોપ બોક્સની કિંમત ઓછી કરી હતી. હવે ગ્રાહક ટાટા સ્કાયનું એચડી સેટટોપ બોક્સ માત્ર ૧૪૯૯ રૂપિયામાં ખરીદી શકો છો.

આ અગાઉ તેની કિંમત ૧૮૯૯ રૂપિયા હતી, હવે ટાટા સ્કાયના એસડી સેટટોપ બોક્સની કિંમત ૧૩૯૯ છે. તમને જણાવી દઈએ કે, લાગુ કરવામાં આવેલ આ નવી કિંમત માત્ર સેટટોપ બોક્સ માટે લાગુ છે. કિંમતમાં આ ઘટાડા બાદ ટાટા સ્કાય ડીટીએચ માર્કેટમાં મજબૂત સ્થિતિ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ અગાઉ એરટેલે પણ પોતાના ઈન્ટરનેટ ટીવીની કિંમતમાં ઘટાડો કર્યો હતો.

એરટેલના સેટટોપની વાત કરીએ તો, તે ફક્ત ૭૬૯ રૂપિયામાં ઉપલબ્ધ છે અને તેમનું એસડી સેટટોપ બોક્સ માત્ર ૫૬૯ રૂપિયામાં ઉપલબ્ધ છે પરંતુ આટલી સસ્તી ઓફર હોવા છતાં કંપની ગ્રાહકોથી ઇન્સ્ટોલેશન માટે અલગથી ચાર્જ લેશે.

Share: