Gujarat

ગુજરાતમા ભાજપની સદસ્યતા અભિયાનમા પોલમપોલ, હેમંત ચૌહાણે કહ્યું હું ભાજપમાં નથી જોડાયો

August 21, 2019
 992

ગુજરાતમા ભાજપની સદસ્યતા અભિયાનમા કેવી પોલમપોલ ચાલે છે તેનો પુરાવો રાજયના પ્રખ્યાત ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણે વિડીયો સંદેશના માધ્યમથી આપ્યો છે.તેમણે આ વિડીયોમા દાવો કર્યો છે તે ભાજપમા જોડાયા નથી કારણ કે રાજકીય પક્ષો સાથે જોડાઈ ને હું મારી જાતને હલકી કરવા માંગતો નથી.

આ વિડીયોમા આગળ તેમણે આગળ જણાવ્યું છે કે અમે લોકગાયક છીએ અને ભાજપની સિદ્ધીઓની અભીનંદન આપવા માટે અમે કલાકારો સાથે મળીને અભિનંદન પાઠવવાના ગયા હતા. પરંતુ ત્યાં અમારું સન્માન કરીને અમે ભાજપમાં જોડાયા હોવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.જો કે હું ભાજપમાં જોડાયો નથી અમે લોક કલાકાર છે અમે કોઈપક્ષની વિચારધારાને વરેલા નથી. અમારી મારે અમારા ચાહકો સર્વસ્વ છે. આ ઉપરાંત કલાકારોનું જાહેર સન્માન કરવું સામાન્ય બાબત છે. કોંગ્રેસની સરકાર પણ અમારા સન્માન થયા છે.તેનો મતલબ એ નથી અમે કોંગ્રેસમા જોડાયા છે.

આ ઉપરાંત હેમંત ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે તેવો આજીવન ભજનિક છે અને કલાકાર રહેવા માંગે છે. તેવો ભજન માટે જન્મ્યા છે, તેમજ મારા ચાહકોએ હું આ પક્ષમા જોડાયો તેવી જાહેરાત કરે તો તે બાબત પર વિશ્વાસ કરવો નહીં.

ઉલ્લેખનીય છે કે, કમલમ ખાતે બે દિવસ પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, લોકગાયક-ગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રી ભાજપમા જોડાયા હતા.

જેમાં લોકગાયક હેમંત ચૌહાણ, બંકિમ પાઠક, ભાવનાબેન લાબડીયા, સંગીતાબેન લાબડીયા, બિહારી હેમુભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, અમુદાન ગઢવી, કિરીટદાન ગઢવી, શ્યામલ મુન્શી-સૌમિલભાઇ સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોપાલ બારોટ, બ્રિજરાજ લાબડીયા, બટુકભાઇ ઠાકોર, શશીભાઇ પારેખ, જીતેન્દ્ર ઠક્કર, રાજેશ ઠક્કર, ડો. વિક્રમ પંચાલ સહિત કલાકારોને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત પક્ષમાં આવકારવામા આવ્યા હતા.

Tags:
Gujarat  Bjp  Membership  Drive  Have  Loopholes  Hemant Chauhan  Denied  Join  Bjp  Video  Message  feliciation  programme  jitu vaghani  bjp  lok kalakar  artist  folk artist  gopalbhai barot  bankim pathak  sangitaben libadiya  kiritdan gadhvi  ahmedabad  kamalam  vg news  news in gujarati 

Share:

Latest News

  • ટીકટોક વિડીયો પોસ્ટ કરનારા દલિત યુવાનની ગુજરાતમા સર્વણોએ મુંછ કાપી નાંખી : ઉદિત રાજ    
  • નાગરિકતા સંશોધન બિલ પર યુએસ આયોગનો વિરોધ, કહ્યું બિલ મંજુર થાય તો અમિત શાહ પર લાગે પ્રતિબંધ
  • વિરુશ્કાએ લગ્નની બીજી વર્ષગાંઠ પર શેર કરી અનદેખી તસ્વીરો
  Latest News
  • વિડિઓ : ન્યુઝ ફટાફટ
  • ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ડે-નાઈટ ટેસ્ટમાં પાકિસ્તાનના અલીમ દાર બનાવશે વર્લ્ડ રેકોર્ડ
  • સિટીઝન બિલ નો વિરોધ વધી રહ્યો છે દેશ ની દશા દિશા મોદી શાહ બગાડી રહ્યા છે
  • વિદેશ માં થી કાળા નાણાં લાવવાની ડંફાસ મારતી ભાજપ સરકારે જ કાળા નાણાં લાવવા લાચારી વ્યક્ત અને મોં કાળું કર્યું છે
  • નાગરિકતા સંશોધન બિલને લઈને રાજય સભામા સંગ્રામ, શિવસેનાએ કર્યો ભાજપ પર કટાક્ષ
  Categories