India

Politics

જમ્મુ કાશ્મીરમા ધરપકડ કરાયેલા રાજકીય નેતાઓને તબક્કાવાર છોડવામાં આવશે

September 01, 2019
 872

જમ્મુ કાશ્મીરમા ધરપકડ કરાયેલા સ્થાનિક રાજકીય પક્ષના નેતાઓને છોડવાની પ્રકિયા શરૂ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર એક સમાચાર પત્રએ લખ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે જમ્મુ કાશ્મીર પોલીસને નિર્દેશ આપ્યા છે. તેમજ પોલીસને પ્રથમ તબક્કામાં કયા નેતાઓને છોડવા જોઈએ તેનું નામ નક્કી કરીને યાદી બનાવવા પણ જણાવ્યું છે.



આ પૂર્વે નેશનલ કોન્ફરન્સ,પીપલ્સ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી જેવા રાજકીય દળના નેતાને આર્ટીકલ ૩૭૦ નાબુદ કરવાના નિર્ણય બાદ નજરકેદ કરીને ધરપકડ કરવામા આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર બીમાર અને ઉંમરલાયક નેતાઓને પ્રથમ તબક્કામા છોડવામા આવી શકે છે. જેમાં પ્રથમ તબક્કામા નેશનલ કોન્ફરન્સના અલી મુહમ્મદ સાગર, પીડીપીના નઈમ અખ્તર, પીપલ્સ કોન્ફરન્સના ઈમરાન અંસારી જેવા નેતાઓ છોડવામા આવી શકે છે. જમ્મુ કાશ્મીરની પૂર્વ પીડીપી- ભાજપ ગઢબંધન સરકારમાં મંત્રી રહી ચુકેલા ઈમરાન અંસારીની ઓળખ કાશ્મીરમાં શિયા ગુરુ તરીકેની છે. તેવા સમયે આગામી સપ્તાહે મોહરમના અવસરે' શિયા તાજીયા જુલુસ' નિકળશે. જેના પગલે તેમને છોડવામા આવશે તે નિશ્ચિત છે.



જયારે જમ્મુ કાશ્મીરમા વિરોધ પ્રદર્શનના પગલે પ્રથમ તબક્કામા મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને છોડવામા આવે તેવી શકયતા મુશ્કેલ છે. આ બંને નેતાઓએ પોતાના છુટકારા માટે વધુ સમયની રાહ જોવી પડશે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ની નાબુદી અને વિભાજનની જાહેરાત બાદ ઓછામાં ઓછા ૧૭૩ નેતાઓની ધરપકડ કરવામા આવી છે. આ ઉપરાંત શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે અનેક જીલ્લામા ફોન અને ઇન્ટરનેટ સહિતના પ્રતિબંધો પણ લાદવામા આવ્યા હતા. જેમાં ધીરે ધીરે સરકાર રાહત આપી રહી છે.

Tags:
Jammu Kashmir  Political  Leader  Who  Arrested  Release  Phase wise  By  Police  article 370  35 a  political leader  mehbooba mufti  omar abdullah  imran ansari  tajiya  moharam  india  politics  vg news  news in gujarati  pdp  national conference 

Share:

Latest News

  • અમદાવાદમા ટ્રાફિકનું ભારણ ઘટાડવા ૭ નવા ફલાઈ ઓવર બનશે, રાજય સરકારની મંજુરી
  • ઝારખંડ ઈલેકશન રીઝલ્ટ, એનસીપી શિવસેનાનો ભાજપ પર કટાક્ષ, કહ્યું મોદી -શાહનું અભિમાન ચુર ચુર
  • દાયકાની શ્રેષ્ઠ વન ડે ક્રિકેટ ટીમની જાહેરાત, ધોની સહિત ત્રણ ભારતીયોને મળ્યું સ્થાન
  Latest News
  • વિડિઓ : ન્યુઝ ફટાફટ
  • મોદી શાહ ને જુઠ્ઠુ બોલવું છે જોર થી બોલવું છે. જનતા હવે સાબિતી રજૂ કરી ને પકડી પણ લે છે
  • આઠ દિવસ થી મોદી સરકાર ના વિરોધ પ્રદર્શન બાદ ચાર દિવસ થી ભારત બંધ જેવો એહસાસ થઈ રહ્યો છે
  • નવા નાગરિક કાયદા મુજબ  જે નાગરિકો પૂરતા પુરાવા રજૂ નહિ કરી શકે તો મોદી શાહ તેમનો મતદાન નો અધિકાર છીનવી શકશે ??
  • ઝારખંડ માં જનતા એ ભાજપ ને વિપક્ષ મા બેસવા મત આપ્યો
  Categories