Sports

હોંગકોંગ ઓપન : સાઈના નેહવાલને પ્રથમ રાઉન્ડમાં જ મળી હાર

November 13, 2019
 136

ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને સમીર વર્મા હોંગકોંગ ઓપનના પ્રથમ રાઉન્ડમાં જ હારી બહાર થઈ ગયા છે. આઠમી ક્રમાંકિત પ્રાપ્ત સાઈના નેહવાલ છેલ્લી છ ટુર્નામેન્ટમાં પાંચમી વખત પ્રથમ રાઉન્ડમાં હારી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઇન્ડોનેશિયા માસ્ટર્સ જીતનારી સાઈના નેહવાલને ચીનની કેઈ યાન યાને સતત બીજી વખત ૨૧-૧૩, ૨૨-૨૦ થી હરાવી છે. છેલ્લા અઠવાડિયે પણ તે કેઈથી હારી હતી. દુનિયાના ૧૬ માં નંબરના ખેલાડી સમીર ૫૪ મિનીટ સુધી ચાલેલ મુકાબલામાં ચીની તાઇપેના વાંગ જુ વેઈથી ૧૧-૨૧, ૨૧-૧૩, ૮-૨૧ થી હારી ગયા હતા. આ પ્રથમ રાઉન્ડમાં તેમની સતત ત્રીજી હાર છે. સાઈના અને સમીર બંનેને આગામી અઠવાડિયે ગુઆંગઝૂ કોરિયા માસ્ટર્સ સુપર ૩૦૦ ટૂર્નામેન્ટ રમવાની છે.

ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ કોરિયાની કિમ ગા યયુને હોંગકોંગ ઓપનના પ્રથમ રાઉન્ડમના ૨૧-૧૫ થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

સાઈના નેહવાલ પ્રથમ ગેમથી જ કેઈના પડકારનો સામનો કરી શકી નહોતી. ચીની ખેલાડીએ બ્રેક સુધી ૧૧-૪ થી લીડ બનાવી લીધી અને પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધી હતી. બીજી ગેમમાં સાઈના શરુમાં ૩-૦ થી આગળ હતી, પરંતુ કેઈએ સતત સાત પોઈન્ટ લઈને ૯-૪ ની લીડ બનાવી લીધી હતી.

બ્રેક બાદ તેમની લીડ ૧૭-૧૧ ની થઈ ગઈ તેમ છતાં સાઈના નેહવાલે વાપસી કરી ગેમ પોઈન્ટ બનાવ્યા અને પરંતુ તે લીડ જાળવવામાં નિષ્ફળ રહી હતી. બીજી તરફ સમીરે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ બીજી ગેમમાં વાપસી કરી હતી. ત્રીજી ગેમમાં તેમ છતાં તે સારી રમત દેખાડવામાં નિષ્ફળ રહ્યા અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Tags:
Saina nehwal  hong kong open badminton  saina nehwal bwf fansite  saina nehwal hong kong open  hong kong open badminton scores  live badminton scores  india badminton news  saina nehwal  Sainanehwal 

Share:

Latest News

  • મારા પર હુમલો કરનારા એબીવીપીના ગુંડાઓને પોલીસે ખુલ્લેઆમ ટેકો આપ્યો : નિખિલ સવાણી
  • જેએનયુ હિંસા સામે બોલીવુડ કલાકારોએ આ રીતે કર્યો વિરોધ
  • વિડિઓ : શોર્ટ ડ્રેસ માં દિશા પટની નો બોલ્ડ લૂક જોવા મળ્યો
  Latest News
  • ડાયાબિટીઝના દર્દીઓ માટે કયા ફળો ખાવા સારા છે અને ક્યા ખરાબ..જાણો અહી
  • હવે 35 દિવસ નરેન્દ્ર મોદી નું ધ્યાન દિલ્હી ની ચુંટણી પ્રચાર પર હશે દેશ ના સળગતા સવાલો પર નહિ હોય
  • વિડિઓ : ન્યુઝ ફટાફટ
  • ગુજરાત રાજ્ય નું આરોગ્ય બજેટ ૧૧૦૦૦ હજાર કરોડ રૂપિયા ખર્ચાય છે કે અમુક રકમ કોના ખિસ્સા જાય છે ?
  • નિર્ભયા કેસના ચાર દોષીઓ વિરુદ્ધ અદાલતે ડેથ વોરંટ ઈશ્યુ કર્યો, ૨૨ જાન્યુઆરીએ અપાશે ફાંસી
  Categories