India

Sports

આઈપીએલના કારણે નીતા અંબાણી રમત જગતની દસ પ્રભાવશાળી મહિલાઓમાં થઈ સામેલ

March 13, 2020
 908

આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સની માલિક અને આંતરરાષ્ટ્રીય ઓલોમ્પિક સમિતિની પ્રથમ મહિલા ભારતીય સભ્ય નીતા અંબાણીને ટેનીસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સ સાથે ૨૦૨૦ માટેની રમતોમાં ૧૦ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

રમત વ્યવસાયના નેટવર્ક આઈ સ્પોર્ટ્સ કનેક્ટને ૨૦૨૦ માટે પ્રભાવશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, શરૂઆતમાં તેમાં ૨૫ મહિલાઓને પસંદ કરવામાં આવી હતી જ્યારે અમારી પેનલમાં સામેલ નિષ્ણાતોની રાય બાદ દસ કરી દેવામાં આવી હતી. તેમના અનુસાર અંબાણીની આગેવાનીમાં મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બની તથા દેશના વિભિન્ન રમતોની ઘણી પરિયોજનાઓમાં સામેલ છે.

આ યાદીમાં નીતા અંબાણી સિવાય ટેનીસ સ્ટાર સેરેના વિલિયમ્સન અને નાઓમી ઓસાકા, જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સ, ફૂટબોલર મેગાન રેપીનો, ફોર્મુલા વનની માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર એલી નોર્મન, ડબ્લ્યુએનબીએની કમિશનર કેથી ઈંગલબર્ટ, ફીફા મહાસચિવ ફાતમા સમોરા, સ્પેશલ ઓલોમ્પિકની સીઈઓ મેરી ડેવીસ અને ઇસીબીની મેનેજિંગ ડિરેક્ટર વુમન્સ ક્રિકેટ ક્લેરી કોનોરને સામેલ કરવામાં આવી છે.

Tags:
reliance nita ambani  Nita Ambani  Mumbai Indians  indian premier league  Ambani  nita ambani pics  nita ambani photos  nita ambani instagram  nita ambani news 

Share:

Latest News

  • દેશભરમા કોરોનાનો કહેર જારી, ૨૪ કલાકમા સામે આવ્યા નવા ૧૪૯ કેસ, દર્દીઓની સંખ્યા ૯૦૦ને પાર
  • કોરોના દહેશત : પ્રિયંકા ગાંધીએ પગપાળા જતા શ્રમિકોની મદદ માટે કરી આ અપીલ
  • ગુજરાતના મહેસાણામાંથી કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ મળ્યો, રાજયમા કુલ ૫૩ કેસ નોંધાયા
  Latest News
  • રાહુલ ગાંધીએ પગપાળા જતા શ્રમિકોને મદદ કરવા કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને અપીલ કરી
  • ગુજરાતમા સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફ લાઇન પદ્ધતિએ રાશન-અનાજ અપાશે.
  • હોલીવુડ સ્ટાર કિમ કાર્દાશીયનની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો તહલકો
  • ગુજરાતમા લોકડાઉનમા ખાદ્ય ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા સરકારે કવાયત હાથ ધરી 
  • રાજ્યમાં કોરોનાથી વધુ એકનુ મોત,ત્રણ નવા કેસ નોંધાયા.
  Categories