1. અંતરિક્ષમાં બની રહી છે સ્પેશલ હોટલ
અત્યાર સુધી માનવી અંતરિક્ષ પર સેટેલાઈટ મોકલતા રહ્યા છે. જ્યારે માનવી ચંદ્ર પર પણ પહોંચી ગયા છે. પરંતુ આવનારા કેટલાક વર્ષોમાં માનવી ધરતીની જગ્યાએ અંતરિક્ષ પર રહેવા લાગશે. કેમકે હવે અંતરિક્ષમાં હોટલ બનાવવા જઈ રહ્યા છે. જી હા, આ હકિકત છે.
સંયુક્ત રાજ્ય અમેરિકાની એક કંપની અંતરિક્ષમાં હોટલ ખોલવા જઈ રહ્યા છે. કંપનીના સુત્રોનું માનીએ તો આ હોટલ ૨૦૨૨ માં શરૂ થશે.
આ અંતરિક્ષમાં ખુલનારી પ્રથમ હોટલ હશે. તેના માટે અત્યારથી બુકિંગ પ્રારંભ કરી દેવામાં આવ્યું છે. તેના દ્વ્રારા કંપની લોકોને અંતરિક્ષની યાત્રાનું સપનું પૂરું કરાવશે.
2. અંતરિક્ષમાં બની રહી છે સ્પેશલ હોટલ
આ પ્લાન ખાસકરીને સામાન્ય લોકો માટે છે. અંતરિક્ષની આ પ્રથમ હોટલને ૨૦૨૧ માં લોન્ચ કરવામાં આવશે. લોકો અહીં વર્ષ ૨૦૨૨ બાદ રહેવા આવી શકે છે. અહીં આવવા માટે એક ખાસ રીતનું સ્પેશિયલ ટ્રાવેલ ટુર હશે. જેના આધારે હોટલમાં ૬ યાત્રી રોકાઈ શકશે.
આ ૧૨ દિવસનું સ્પેશિયલ ટુર હશે. હોટલમાં રોકાવવા માટેનું એક વ્યકિતનું ભાડું ૬૭ કરોડ રૂપીયા હશે. અહીં યાત્રી જિરો ગ્રેવિટીની સ્થિતિમાં રહેશે. ઓરોરા સ્ટેશન નામની આ હોટલનું નિર્માણ અમેરિકી કંપની ઓરાયન સ્પાન કરશે. આ કંપનીના સંસ્થાપક અને સીઈઓ ફ્રેંક બંજર છે.
ફ્રેંક બંજરનું કહેવું છે કે, તેમનો ઈરાદો એક સામાન્ય વ્યક્તિને અંતરિક્ષ સુધી પહોંચાડવાનો છે. તેમને જણાવ્યું છે કે, અંતરિક્ષમાં બનેલી હોટલમાં ગયા પહેલા પ્રથમ યાત્રીઓને ૨ વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે.
3. અંતરિક્ષમાં બની રહી છે સ્પેશલ હોટલ
આ સ્પેશીયલ હોટલમાં આવનાર લોકો ૨૪ કલાકની અંદર ૧૬ વખત સૂર્યોદય અને સુર્યાસ્ત જોઈ શકશે. આવું એટલા માટે કેમકે આ હોટલ ૯૦ મિનીટમાં ધરતીનું એક ચક્કર લગાવી લેશે. આ હોટલને ધરતીથી ૩૨૧ કિલોમીટર દુર અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ હોટલને લઈને એક શોધ પણ કરી છે.
આ શોધમાં અભ્યાસ કરવામાં આવ્યો છે કે, હોટલના કક્ષામાં ફરવાના દરમિયાન તેમાં ખાવવાનું રંધાશે અથવા નહીં. સૌથી ખાસ વાત એ હશે કે, જે યાત્રી જશે તે ધરતી પર રહી પોતાના પરિવારથી લાઈવ ચેટીંગ પણ કરી શકશે. તેમને અહીંથી વાયરલેસ ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવશે.
આ હોટલની લંબાઈ ૩૫ ફૂટ અને પહોળાઈ ૧૨ ફૂટ હશે. આ હોટલની ખાસિયત એ હશે કે, આ એક વખત થશે. પ્રાઈવેટ જેટ જેવા આ હોટલમાં ઉચ્ચ ગુણવતા વાળું સ્પેસ ફ્રુડ આપવામાં આવશે.
ટેક્સાસની કંપની એક્સીયમ સ્પેશીયલ અંતરિક્ષમાં વર્ષ ૨૦૨૪ સુધી એક કમર્શિયલ સ્પેશીયલ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના પર પણ કામ કરી રહી છે.