Gujarat

Politics

ગુજરાતમાં ભાજપ લોકસભા ચુંટણીમાં ખેલશે જુના જોગીઓ પર દાવ, અડવાણી સહિત ૧૨ સાંસદોના પત્તા કપાશે

March 03, 2019
 2464

ગુજરાતમાં લોકસભા ચુંટણીને લઈને ભાજપે તૈયારીઓ તો શરૂ કરી દીધી છે. પરંતુ મિશન ૨૬ માટે ભાજપે નવી રણનીતિ અપનાવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે .જેમાં રાજયમાં વિધાનસભા ચુંટણી ભાજપના ઘટતા જનાધાર અને સતત નબળી પડતી રાજકીય પકડના લીધે ભાજપ માટે આ વખતે ૨૬ લોકસભા બેઠક જીતવી અશક્ય લાગી રહ્યું છે.

જેમાં પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભાજપ માટે મુશ્કેલીઓ વધી રહી છે. જેના પગલે ભાજપ આ વખતે જુના સાંસદોની ટીકીટ કાપવાના બદલે મોટાભાગના સાંસદોને રીપીટ કરીને મિશન ૨૬ સફળ બનાવવાનો પ્રયાસ કરશે.

જે રીતે વિધાનસભા ચુંટણીમાં પણ ભાજપે મોટાભાગના ધારાસભ્યો રીપીટ કર્યા હતા તેમજ સીનીયર ધારાસભ્યોને ફરીથી મેદાનમાં ઉતાર્યા હતા. તેજ રીતે લોકસભાના ઉમેદવારો માટે પણ આ જ મોડેલ અપનાવે તેવું લાગી રહ્યું છે. તેમજ જો કોઈ બેઠક પર ઉમેદવાર બદલવાના થશે તો પણ જે તે સાંસદના જણાવ્યા મુજબ તેમને વિશ્વાસમાં લઈને ઉમેદવાર નક્કી કરવામાં આવશે તે પણ ચોક્કસ છે.

એટલે કે એક વાત તો સ્પષ્ટ છે કે ભાજપ લોકસભાની ચુંટણીમાં ૨૬ બેઠકો માટે જુના જોગીઓ પર દાવ અજમાવશે તેમજ નવા ચહેરા પણ જે તે વિસ્તારના સાંસદની સહમતી બાદ જ નક્કી કરવામાં આવશે.

જો કે ચૂંટણી બાદ અનેક સાંસદોએ પોતાના વિસ્તારમાના પ્રવાસ કર્યોના યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રીત કર્યુ સાથે જ આ વખતે નાં તો અગાઉ જેવો મોદી વેવ છે. તેમજ ભાજપ માટે કપરા ચઢાણ છે. જેના પગલે ભાજપ ૧૨ જેટલા ઉમેદવાર બદલવાના મુડમાં છે.

ભાજપના આ સાંસદોના પત્તા કપાવવાની શક્યતા

અમદાવાદ- વેસ્ટ - કિરીટ સોલંકી


ગાંધીનગર - લાલકૃષ્ણ અડવાણી


અમદાવાદ -ઇસ્ટ - પરેશ રાવલ


પાટણ - લીલાધર વાઘેલા


મેહસાણા - જયશ્રીબેન પટેલ


છોટાઉદેપુર - રામસિંઘ રાઠવા


ભાવનગર - ભારતીબેન શિયાળ


પંચમહાલ - પ્રભાતસિંહ ચૈહાણ


કચ્છ - વિનોદ ચાવગ


સુરત - દર્શના જરદોશ


બારડોલી - પ્રભુ વસાવા


અમરેલી - નારણ કાછડિયા


પોરબંદર - વિકુલ રાદડિયા

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories