India

Politics

નોટબંધી દરમ્યાન થયેલા મૃત્યુઓને છુપાવી રહી છે મોદી સરકાર, આરટીઆઈમાં થયો ખુલાસો

March 03, 2019
 1778

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી બે વર્ષની વધારો સમય વીતી ચુક્યો છે. આ દરમ્યાન લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મોદી સરકારે સમગ્ર દેશને લાઈનમાં ઉભા રાખી દીધા હતા. પરંતુ આ સમયગાળા દરમ્યાન વડાપ્રધાન કાર્યાલયને ખબર નથી કે કેટલાં લોકોની મોત થયા છે.

પીએમઓ કાર્યાલયના મુખ્ય જનસુચના અધિકારીએ કેન્દ્રીય સુચના આયોગ સમક્ષ એ ખુલાસો કર્યો છે કે એક આરટીઆઈ કાર્યકરે નોટબંધી દરમ્યાન થયેલા મૃત્યુ અંગે માહિતી માંગી હતી. આ માહિતી ૩૦ દિવસની અંદર આપવાની હતી.પરંતુ માહિતી આપી શકાતી ન હતી.

આ અંગે આરટીઆઈ કાર્યકર નીરજ શર્માએ માહિતી માંગી હતી. જેમાં નોટબંધી દરમ્યાન કેટલા લોકોના મોત થયા છે તેની માહિતી માંગી હતી. પરંતુ ૩૦ દિવસમાં તે માહિતી આપી શકયા ન હતા. જેની બાદ નીરજ શર્માએ માહિતી કમિશ્નરને અરજી કરી હતી. તેમજ અધિકારીને દંડ કરવાની માંગ કરી હતી.

આમ આ સમગ્ર બાબત સ્પષ્ટ કરે છે કે મોદી સરકારે નોટબંધી દરમ્યાન થયેલા મૃત્યુ પામેલા લોકોની સંખ્યા છુપાવવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે નોટબંધી દરમ્યાન દેશભરમાં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ ની નોટબંધી કર્યા બાદ તેના બદલાવની ઉભી કરેલી અપૂરતી વ્યવસ્થા હોવાના પગલે ગુજરાત માં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં સુરતના ભેસ્તાનમાં એક શ્રમિક મહિલા આઠ હજાર રૂપિયાની રકમ બેંકમાં જમા નહીં કરાવી શકતા આખરે આત્મહત્યા કરી લીધી હતી. ચાર દિવસ સુધી લાંબી લાઈનમાં ઉભી રહીને કંટાળેલી મહિલાએ ઝેર પી લીધું હતું. આ મહિલાના મૃત્યુ સાથે ગુજરાતમાં નોટબંધી બાદ મોતને ભેટેલા લોકોની સંખ્યા ૪ થઈ હતી.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં પોલીસે જવાબ લેતા તેમણે ભાગળ ખાતે નોકરી કરતા પુત્રની નોકરી છૂટી જતા હતાશ થઈ જઈ ઝેર પી લીધું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે, પુત્રની નોકરી છુટી જતા હતાશામાં માતાએ આપઘાત કર્યો તેવું પોલીસે કહ્યું હતું કે પણ હકીકત એ પણ છે કે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં તેમનો નંબર આવ્યો ન હતો.

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories