Sports

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-૨૦ સીરીઝ માટે ઇંગ્લેન્ડ ટીમની જાહેરાત

March 03, 2019
 564

ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાવનારી ત્રણ ટી-૨૦ મેચની સીરીઝ માટે પોતાના બે પ્રમુખ ખેલાડીઓ જોસ બટલર અને બેન સ્ટોક્સને આરામ આપ્યો છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે ત્રણ ટી-૨૦ મેચની સીરીઝ ૬ માર્ચથી ગ્રાસ આઈલેટમાં શરુ થશે. બીજી મેચ ૯ માર્ચના બાસેટેરેમાં થશે અને અંતિમ મેચ ૧૧ માર્ચના બાસેટેરેમાં થશે.

ઇંગ્લેન્ડની ત્રણે ફોર્મેટની ટીમના સભ્ય જોસ બટલર અને બેન સ્ટોક્સને વનડે સીરીઝ બાદ ઘરે પરત ફ્તાર્વાની અનુમતિ આપવામાં આવી છે. આ બંનેને આ વર્ષે આઈપીએલ, વલ્ડ કપ અને એશીઝ સીરીઝના કારણે વ્યસ્ત શેડ્યુલ રહેશે. આઈપીએલ ૨૩ માર્ચથી શરૂ થશે. રાષ્ટ્રીય પસંદગીકર્તા સ્મિથે જણાવ્યું છે કે, આ બંને ખેલાડીઓને આઈપીએલના કારણે આરામ આપવામાં આવ્યો નથી. આ વર્ષે તેમના વ્યસ્ત કાર્યક્રમને જોતા તેમને આરામ આપવાની ચીફ કોચની માંગણીનો અમે સ્વીકાર કર્યો છે. જેસન રોય પણ પોતાના પ્રથમ બાળકના જન્મના કારણે આ ટી-૨૦ સીરીઝમાં રમી શકશે નહીં. સેમ બિલિંગ્સ અને ડેવિડ માલનની ટીમમાં વાપસી થઈ છે.

ઇંગ્લેન્ડ ટીમ આ પ્રકાર છે : ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, ટોમ કુરેન, જો ડેનલી, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, ડેવિડ માલન, લીયામ પ્લાન્કેટ, આદીલ રાશીદ, જો ઋત, ડેવિડ વિલી, માર્ક વુડ

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories