વજન ઓછું કરવા માટે ડાયેટમાં સામેલ કરો આ પાંચ ફ્રુટ બેરી

February 23, 2019
 962
વજન ઓછું કરવા માટે ડાયેટમાં સામેલ કરો આ પાંચ ફ્રુટ બેરી

એક નાનું ફળ બેરી જેમાં સ્વાદની સાથે સ્વાસ્થ્યનો પણ ખજાનો છુપાયેલો હોય છે. બેરીનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ઘણા લોકો બેરી ખાવાનું પસંદ કરે છે, તો ઘણા લોકો આને જૈમ બનાવીને મજા લે છે. શું તમે જાણો છો કે બેરી ખાઈને તમે તમારું વજન પણ ઓછુ કરી શકો છો. બેરીમાં એન્ટીઓક્સીડેંટસ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, આ શરીર નો સોજો ઓછો કરવાની સાથે હર્દયને લાગતી બીમારીથી પણ સુરક્ષિત રાખે છે. રોજ પોતાની ડાઈટમાં બેરીજનો સમાવેશ કરીને પોતાનું વધતું જતું વજન કંટ્રોલ કરી શકો છો.

૧. અકાઈ બેરી વજન ઓછુ કરવા માટે અકાઈ ફળ ખુબ લાભદાયક હોય છે. ૧૦૦ ગ્રામ અક્કી બેરીમાં ૭૦ કેલેરી જોવા મળે છે. આ ફળને તાજું પણ ખાવામાં આવે છે અને પાવડરના ફોર્મ માં સ્મૂદીજમાં મેળવીને પણ ખાઈ શકો છો.

૨. ગોજી બેરી ગોજી બેરી મુખ્ય રીતે ચીન નું ફળછે, પરંતુ આજે આખી દુનિયામાં આ ફળ ખાવામાં આવે છે. ગોજી બેરીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, વિટામીન-સી અને વિટામીન-ઈ નો સમાવેશ થાય છે. ગોજી બેરીનો જ્યુસ પીવાથી મેટાબોલીજ્મ મજબૂત થાય છે અને વજન ઓછુ કરવામાં પણ મદદ મળે છે.

3. રાસબેરી રાસબેરી ફળ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે પણ ફાયદાકારક હોય છે. આમાં ફાઈબર અને વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જેના લીધે ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે અને વજન ઓછુ કરવામાં પણ મદદ મળે છે.

૪. સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી સૌથી વધારે ખાવા માટેના ફળ માનું એક છે.સ્ટ્રોબેરી માં કેલેરીનું પ્રમાણ બહું ઓછુ હોય છે અને વિટામીન-સી નું પ્રમાણ બહું વધારે હોય છે. સ્ટ્રોબેરી ખાવાથી વજન ઓછુ થવાની સાથે સાથે તણાવ પણ ઓછો થાય છે.

૫.ક્રેનબેરી ક્રેન્બેરીનો જ્યુસ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ માં રાખવામાં મદદ કરે છે. ૧૦૦ ગ્રામ ક્રેન્બેરીમાં ૪૫ કેલેરી હોય છે. એટલા માટે જો વજન ઓછું કરવા માંગો છો તો પોતાની ડાઈટ માં ક્રેન્બેરીને જરૂર ઉપયોગ કરજો

Share: