1. કાઠિયાવાડી ઢોકળી
મિત્રો આજ સુધી તમે ઢોકળી તો ખાધી જ હશે. પણ કાઠીયાવાડી ઢોકળી ક્યારેય નહિ ખાધી હોય. તો આજે હું તમને જાણવા જઈ રહી છું કે કેવી સરળ રીતે બનાવી શકાય કાઠીયાવાડી ઢોકળી.
2. કાઠિયાવાડી ઢોકળી
સામગ્રી :
- ચણા નો લોટ
- છાશ
- તેલ
- અજમો
- હિંગ
- હળદર
- લીલા મરચાં
- મીઠું સ્વાદપ્રમાણે
- ખાંડ જરૂર મુજબ
3. કાઠિયાવાડી ઢોકળી
રીત :
- એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી ખાટી છાશ અને અડધી વાટકી પાણી ભેળવીને મિશ્રણ તૈયાર કરવું.
- ગાંઠો ના પડે તેનુ ધ્યાન રાખવું.
- કઢાઈમાં તેલમાં રાઈ અજમાનો વઘાર કરી હિંગ, હળદર અને 2-3 સમારેલા લીલા મરચા નાંખવા.
- હવે તેમા ચણાના લોટનુ મિશ્રણ નાખવું.
- મીઠું નાંખી અને હલાવતા રહેવું.
- 15-20 મિનિટમા ચડી જશે અને ઘટ્ટ થશે. એને થાળી લઇ થાપી દો. ઠંડુ થયા પછી કાપા પાડી દેવા.
4. કાઠિયાવાડી ઢોકળી
- મોટા વાસણમાં તેલ લઇ તેમા રાઇ અને અજમા નો વઘાર કરી હિંગ, હળદર લાલ મરચું પાવડર અને લીલા સમારેલા મરચા નાંખવા.
- લસણ કે લસણની ચટણી નાંખવી હોય તો હમણાં નાખી શકો છો.
- હવે પાણી અને ખાટી છાશ સરખા ભાગે લઈ બે ગ્લાસ જેટલુ મિશ્રણ એડ કરો.
- સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ એડ કરો.
- ઉકળવાની શરૂઆત થાય એટલે થાળી માના 6-7 પીસ લઈ તેનો ભુકો કરી ઉકળતા મિશ્રણમા નાંખો.
- 4-5 મિનિટ પછી થાળી માના બધા પીસ તેમાં નાંખી 15-20 મિનિટ ઉકળવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો. થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- તૈયાર છે ટેસ્ટી કાઠીયાવાડી ઢોકળી.
- ત્યારબાદ એક પ્લેટ માં ઢોકળી મૂકી ઉપરથી કોથમીર ભભરાવો અને સર્વ કરો.