ગૂગલે પ્લે સ્ટોરથી રિમૂવ કરી ફેક ૨૮ એપ્સ, જે યુઝર્સને પહોંચાડી રહી હતી નુકસાન

February 27, 2019
 933
ગૂગલે પ્લે સ્ટોરથી રિમૂવ કરી ફેક ૨૮ એપ્સ, જે યુઝર્સને પહોંચાડી રહી હતી નુકસાન

સિક્યોરીટી કંપની ક્વિક હીલે કન્ફર્મ કર્યું છે કે, ગૂગલે ફરીથી ૨૮ એપ્સ પ્લે સ્ટોરથી દુર કરી દીધી છે. સિક્યોરીટી કંપની ક્વિક હીલના મુજબ આ બધી ૨૮ એપ્સ એક જ ડેવેલપરે બનાવી છે જે પ્લે સ્ટોર પર Sarvesh Developer ના નામથી રહેલી હતી. આ એપ્સ પ્લે સ્ટોરથી ૪૮ હજાર વખતથી વધુ ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. તમને જણાવી દઈએ કે, ગૂગલ થોડા સમયથી સતત પ્લે સ્ટોરથી એપ્સ દુર કરી રહી છે. આ એપ્સમાં મોટા ભાગની ફેક એપ્સ હોય છે, જયારે કેટલીક એપ્સ સ્માપ હોય છે આજે સ્માર્ટફોનને નુકસાન પહોંચાડે છે.

આ એપ્સ છે સામેલ

તેમાં મોટાભાગની એપ્સ એવી હતી જેના નામ ક્રેડીટ કાર્ડ પ્રોસેસ, હોમ લોન એડવાઈઝરથી જોડાયેલ છે. સામાન્ય તરીકે યુઝર્સ આજ-કાલ પ્લે સ્ટોર પર પોતાની સરળતા માટે આવી એપ્સ સર્ચ કરીએ છીએ, જેથી કામ સરળ થઈ શકે. કેટલાક ડેવલપર તેનો ફાયદો ઉઠાવી આવી એપ્સ તૈયાર કરે છે જેનું નામ બેન્કિંગથી જોડાયેલ હોય, પરંતુ કામ નથી કરતી. તેમ છતાં આ એપ્સની જાણકારી જોવામાં સરળ લાગે છે, પરંતુ તેને ડાઉનલોડ કરી ઓપન કરવા પર તેમાં કોઈ પણ એવા ફિચર્સ મળતા નથી જે તમારે કામના હશે.

આવી રીતે પહોંચાડે છે નુકસાન

ક્વિક હીલે જણાવ્યું છે કે, નામના મુજબ આ એપ કોઈ પણ એવું કામ કરતી નહોતી જેના માટે આ એપ્સને ગૂગલે પ્લે સ્ટોર પર મંજૂરી આપવામાં આવી હતી. ગૂગલે તેના કારણે તેને પ્લે સ્ટોરથી દુર કરવાનો નિર્ણય કર્યો છે. આ બધી એપ્સની કામ કરવાની રીત એક જેવી છે. આ તમને કેટલાક ટાસ્ક આપી પૈસા કમાવવાની તક આપવાનો દાવો કરે છે. તેના કારણે તમારે ના ઈચ્છતા હોય તો પણ એડ જોવા પડી છે. જાહેરાત પર કિલક કરી તમને કોઈ બીજી પણ એપ્સ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે અને તેનાથી તમને પોઈન્ટ્સ મળે છે.

Share: