1. બટાકા વડા
આવા વાતાવરણમાં એક વાર તો ગરમા ગરમ બટાકા વડા ખાવાનું તો બને છે અને આમાં પણ જો સાથે લીલી કોથમીરની ચટણી હોય તો પછી મજા આવી જાય. બટાકા વડા એક મુંબઈની ખુબ જ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વડાપાઉનું મુખ્ય અંગ છે, જે તમને મુંબઈના દરેક ચાટના સ્ટોલ પર જોવા મળશે. આ ઘરે બનાવવું ખુબ જ સરળ અને જો બાફેલા બટાકા તૈયાર હોય તો ૨૦ મિનીટની અંદર આ બની જાય છે. તો આજે આ રેસીપીની મદદથી આપણે બટાકા વડા બનાવવાનું શીખીએ.
2. બટાકા વડા
સામગ્રી:
૩ મધ્યમ બટાકા, બાફેલા
૧/૪ ચમચી રાઈ
એક ચપટી હિંગ
૨ લીલા મરચાં, સમારેલાં
૧/૨ ઇંચ લાંબુ આદું નો ટુકડો, સમારેલું
લસણ ની ૨ કળિયો, સમારેલી
૩-૪ કરી પત્ત્તા, ઝીણા સમારેલા
૧/૩ ઝીણી સમારેલી કોથમીર
૧/૪ ચમચી હળદર
૧ ટીસ્પુન લીંબુ નો રસ અથવા ૧/૨ ટીસ્પુન આમચૂર પાવડર
૧/૨ કપ બેસન ( ચણાનો લોટ )
૧/૩ કપ પાણી
૧ ચપટી બેકિંગ સોડા
૨ ટીસ્પુન તેલ + તળવા માટે
મીઠું સ્વાદ પ્રમાણે
3. બટાકા વડા
રીત:
૧. વડા બનાવવાના પહેલા બધી સામગ્રી ભેગી કરી લો. લીલા મરચાં, આદું અને લસણને મિક્સરમાં ઝીણું ઝીણું પીસી લો અથવા ખાયણીમાં વાટી લો.
૨. બાફેલા બટાકાને છોલો અને તેને એક મોટી ચમચીથી સમારીને મિક્સ કરી લો.
૩. એક નાની કડાઈમાં મધ્યમ આંચ પર ૨ ટીસ્પુન તેલ ગરમ કરો. રાઈ નાખો. જયારે રાઈ ફૂટવા લાગે ત્યારે હિંગ, કરી પત્ત્તા અને મરચાં આદું અને લસણની પેસ્ટ નાંખો.
૪. ચમચાથી હલાવતા ૧ મિનીટ સુધી પકવવા દો. હળદર નાંખો અને સરખી રીતે મિક્સ કરો.
૫. ગેસ બંધ કરો અને મૈશ કરેલા બટાકા પર વઘાર નાંખો. સમારેલી લીલી કોથમીર, લીંબુનો રસ અને મીઠું નાંખો.
૬. સરખી રીતે મિક્સ કરો અને મિશ્રણને સ્વાદ માટે ચાખો. જો જરૂરી હોય તો વધારે લીંબુનો રસ અને મીઠું નાખો.
4. બટાકા વડા
૭. તેને ૯-૧૦ બરાબર ભાગોમાં વિભાજીત કરી લો. જો મિશ્રણ ચીકણું થઇ જાય છે તો હાથ તેલ વાળા કરી લો. અને પછી તેમાંથી નાના નાના ગુલ્લા બનાવી લો.
૮. વડાના માટે મિશ્રણ બનાવવા માટે એક મોટા બાઉલમાં બેસન, બેકિંગ સોડા અને મીઠું નાંખો.
૯. થોડું થોડું કરીને પાણી ( લગભગ ૧/૩ કપ ) નાંખો અને ચમચી થી લગાતાર હલાવતા એક ચીકણું મિશ્રણ બનાવો. મિશ્રણ ઢોસાના મિશ્રણની તુલનામાં થોડું પાતળું હોવું જોઈએ.તો મિશ્રણ વધારે પાતળું લાગે તો ૧-૨ ટીસ્પુન બેસન નાંખો અને જો મિશ્રણ વધારે જાડું લાગે તો થોડું પાણી નાંખો અને મીશાર્ણ ને સરખી રીતે મિક્સ કરો.
૧૦. એક ઊંડી કડાઈમાં મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો. જયારે તેલ મધ્યમ ગરમ થઇ જાય ત્યારે દરેક ગુલ્લાને વારાફરથી મિશ્રણમાં નાંખો અને ચમચીથી અથવા હાથથી મિશ્રણથી સરખી રીતે ડબોડીને ગરમ તેલમાં નાંખો. એક વખતમાં ૩-૪ ગુલ્લા જ નાંખો અને તેને સોનેરી ન થાય ત્યાં સુધી તળો.
૧૧. તળેલા વડા ને એક થાળી માં પેપર નેપકીન ઉપર નીકાળો. બાકી વધેલાં વડા પણ આવી રીતે તળો. બટાકા વડા પરોસવા માટે તૈયાર છે. તેને ચા અને લીલી ચટણી /ટામેટાં કેચપ ના સાથે ગરમ ગરમ પરોસો.