Politics

૫૬ ની છાતીની મજબૂતી કે મજબૂરી?? 

February 27, 2019
 517

57 મહિના ના પોતાના શાસન દરમિયાન 93 વખત વિદેશ પ્રવાસ કર્યો.500 જેટલી રેલી સભા ઓ મા જુઠ્ઠા ઠાલા કામો ગણાવ્યા પોતાના પીઠ પોતે થપથપાવી ને પોતે ઉત્તમ કક્ષા ના શાસક તરીકે નો ઢોલ પિટી રહ્યા હતા તો બીજી તરફ દેશ ની જનતા તેમનાથી દૂર થતી હતી. તેના કારણે તેમની આગેવાની હેઠળ માત્ર એક જ લક્ષ્ય હતું કે યેન કેન પ્રકારે દરેક રાજ્ય મા સામ દામ દંડ ભેદ ની નીતી થી સત્તા હાંસલ કરવા માટે ગમે તેટલી ઓછી કક્ષાની રાજનીતિ કરવી અને સત્ય ને ભૂલી ને જોરથી વારંવાર જુઠ્ઠુ બોલે રાખવું. પણ 2 મહિના પહેલા 5 રાજ્યો મા થી 1 પણ રાજ્યો મા વિધાનસભા ની ચુંટણીમાં જીત ના મલી અને 3 રાજ્યો મા સત્તા હતી તે પણ ખોઇ નાખી. ત્યારે પોતાના અહંકાર ની ભૂલો તેમને દેખાઈ હોય કે નાગપુર ની નેતાગીરી એ બંધ બારણે જોરદાર ક્લાસ લીધો હશે.

તેથી અંતિમ બજેટ મા ગરીબ પરિવાર માટે કઈક આપવાની દાનત જાહેર કરી છે હજુ તો આ વાતો કાગળ પર જ છે અમલ મા આવે ત્યારે ખબર પડે. જનતા બહુજ સાંભળી ચૂકી છે કે ભાઇઓ બહેનો તમે નળ ખોલશો તો પાણી નહિ પણ પેટ્રોલ આવશે. મારા ગુજરાત નો ખેડૂત ઘેર થી ખેતરે મારુતિ કાર મા જાય તે મારે કરવું છે. ગુજરાત ના દરેક ગામ માં મારે પાકા ઘર બનાવવા છે તેનો સર્વે ટુંક સમયમાં જ થઈ જશે (8 વર્ષ પહેલાં ના શબ્દો) હું સત્તા પર આવીશ એટલે પાકિસ્તાન સીધું દોર થઈ જશે.

પાકિસ્તાન તો શું સમગ્ર દુનિયા ભર માં પ્રેશર પેદા કરી શકીએ તેટલો શક્તિમાન ભારત દેશ છે ૧૨૫ કરોડ જાણતા નો દેશ ઇન્ટર નેશનલ પ્રેશર પેદા કરશે. અને મને સત્તા ના આશીર્વાદ આપશો તો દેશના લોકો નું વિદેશ ની બેન્કો મા પડેલું બધું જ કાળું ધન તરત જ લાવિસ જેમાં સહેજે પણ દરેક વ્યક્તિ ના ખાતા મા ૧૫/૨૦ લાખ રૂપિયા તો મળી જ રહે. આવા અને અન્ય સેંકડો વચનો આપનાર શાસક બરાબર નરેન્દ્ર મોદી ચારે બાજુ થી ઘેરાઈ ગયા છે ગઈ 14 તારીખે નરેન્દ્ર મોદી ડિસ્કવરી ચેનલ વાળા ની કોઈ ફિલ્મ ના શૂટિંગ મા મસ્ત હતા તે વખતે બપોર ના સમય માં દેશ ના મીલીટરી જવાનો ની બસો હાઇવે પર થી પસાર થઈ રહી હતી ત્યારે આતંકવાદી એ આર ડી એક્સ ભરેલી કાર થી મીલીટરી જવાનો થી ભરેલી બસ પર આત્મઘાતી હુમલો કરતા આપણા 44 જવાનો શહીદ થયા હતા. તે પછી દેશ ની જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નારાજ હતી ત્યારે પણ નરેન્દ્ર મોદી એ ૧૫ તારીખ થી ૨૫ તારીખ સુધી પોતાની ભાજપ પાર્ટી દ્વારા ચુંટણી રેલી સભા ઓ માં ભાષણો નો સિલસિલો ચાલુ રાખ્યો હતો.

વિદેશી મહેમાનો નું હશી હશી ને સ્વાગત તેમને કર્યું હતું. જેના કારણે દેશ ભર મા તેમના વિરોધ મા નારાજગી વધતી જતી હતી. કે પાકિસ્તાન પ્રેરિત આતંક વાદી ઓ એ હુમલો કરતા 10 દિવસ વીતી ગયાં પણ નરેન્દ્ર મોદી તો પગલાં ભરવા માટે નિષ્ફળ ગયા છે તેના કારણે જ આરએસએસ દ્વારા તેમના પર દબાણ થયું હશે કે નરેન્દ્ર મોદી જી પાકિસ્તાન પર હુમલો કરવો જરૂરી છે અને આ હુમલા થી તમારા મિત્રો અંબાણી કે અદાણી તેમજ અજિત ડોભાલ ના પુત્ર ના પાકિસ્તાન મા કરતા ધંધા મા નુકસાન આવે તો ભલે આવે જુઓ આપણે હુમલો નહિ કરીએ તો પૂરા દેશમાં થી ભાજપ પાર્ટી સાફ થઈ જશે. તેવા સંજોગો ને કારણે જ ગઈ કાલે સવારે નરેન્દ્ર મોદીએ દેશ ની વાયુ સેના ને આતંકીઓના ૨/૪ કેમ્પ ઉડાવી દેવાના આદેશ આપ્યા હશે.

હવે આ હુમલા બાદ પાકિસ્તાન મા કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેના અધિકૃત સમાચાર મળ્યા નથી પણ દેશ ની પેડ મિડીયા કે જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની સૂચના પ્રમાણે જ સમાચાર બતાવવા વેચાઈ ચૂકી છે તે ટીવી મિડીયા 300 જેટલા આતંક વાદી ઓ નો ખાત્મો થયો તેવું કહી રહી છે. પેડ મિડીયા ભાન ભૂલી ને 2 કે 4 વર્ષ પહેલાં ના જૂના જૂના યુદ્ધ ના વિડિયો જનતા ને બતાવી નરેન્દ્ર મોદી માટે વાહ વાહ લુંટી રહી છે મોદી ભક્તો મા ગઇકાલે અનેરી ખુશી જોવા મળતી હતી કે જાણે વિશ્વ ના નકશા માથી પાકિસ્તાન નેસતનાબૂદ થઈ ગયું હોય. ત્યારે મારે સાચું કહેવું છે કે ભારત દેશ ને કમજોર કરવા માટે ચીન અને સાઉદી અરેબિયા પાકિસ્તાન ને ભરપૂર મદદ કરી રહ્યું છે તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને મારે કહેવું છે કે પાકિસ્તાન પર ખૂબ મોટો હુમલો કરવો જરૂરી છે આ નાના હુમલા થી પાકિસ્તાન સુધરે તેમ હું નથી માનતો... જય હિન્દ

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories