Politics

દલિત લોકો ના પગ ધોવા કરતા શહીદો ના માં બાપ ના પગે લાગ્યા હોત તો સારું મોદી જી

February 27, 2019
 414

હંમેશ ને માટે પ્રચાર કરવા માટે જ ટેવાયેલા નરેન્દ્ર મોદી જનતા ની તકલીફો પર કોઈ દિવસ ધ્યાન કેન્દ્રિત કરવા ટેવાયેલા નથી તેમને 57 મહિના માં ગરીબો ની તિજોરી માંથી ૬૫૦૦ છ હજાર પાંચસો કરોડ જેટલા રૂપિયા ઓછા કર્યા ના સમાચાર સાંભળ્યા છે. પાકિસ્તાન દ્વારા તેમની સરકાર ની મિલી ભગત ના કારણે જ પાકિસ્તાન થી આતંક વાદીઓ હથિયાર આર ડી એક્સ બારુંદ લઈને ભારત ની સરહદ મા ઘુસી ને કાશ્મીર ઘાટી ના લોકલ રહેવાશી ઓ ના દિમાગ વોશ કરી ને દેશ ના મીલીટરી જવાનો પર અને નિર્દોષ નાગરિકો પર હુમલા કરી રહ્યા છે. જ્યાર થી નરેન્દ્ર મોદી દેશ ના વડા પ્રધાન બન્યા છે ત્યાર થી દોઢ કે ને ગણા હુમલા વધી ગયા છે.

છતાં પણ નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકાર તેમજ તેમના નેતાઓ અને ભક્તો પોતાની પીઠ થપથપાવી રહ્યા છે અને સદંતર ખોટું નિવેદન આપી ને કહે છે કે અમે કાશ્મીર મા આતંકી પ્રવુતિઓ ને ડામી દેવા મા સફળતા મેળવી છે ત્યારે બિલકુલ સાચી હકીકત એ છે કે કાશ્મીર મા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ જરા પણ ઘટયો નથી આ વાત ખુદ કાશ્મીર ના ડી જી પી દિલ બાગ સિંહ કહી રહ્યા છે. દિલબાગ સિંહ કુલવામાં ડી એસ પી અમન ઠાકુર શહીદ થતા તેને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા ત્યારે તેમને કહ્યું હતું કે કાશ્મીર મા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ઘટી રહ્યા નો કોઈ જ સંકેત કે પુરાવા નથી. તેમને જણાવ્યું હતું કે કાશ્મીર મા હજી પણ જેશ એ મહમદ સહિત ના આતંકી સંગઠનો સક્રિય છે. આ વાત થી સાબિત થાય છે કે ભાજપ ના નેતાઓ અને નરેન્દ્ર મોદી સરકાર દેશ ની જનતા ને સાચી હકીકત બતાવતી નથી. નરેન્દ્ર મોદી સરકાર પોતાની પ્રસિદ્ધિ કરવા માટે અને નિષ્ફળતા છુપાવવા જાત જાત ની નાટક બાજી કરી ને વોટ બેંક ની રાજનીતિ કરી રહી છે. દેશ માટે પોતાના બલિદાન આપનાર પરિવાર ને ત્યાં શ્રદ્ધાંજલિ આપવાની નરેન્દ્ર મોદી ને ફુરસત નથી પણ દલિત લોકો ના પગ ધોવા માટે ટાઈમ છે. ફિલ્મ શૂટિંગ કરવા માટે ટાઈમ છે.

ઉદ્યોગ પતિ. ક્રિકેટરો. કે ફિલ્મી કલાકારો ને ત્યાં લગ્નો કે સત્કાર સમારંભ માટે દિવસો બગાડી રહ્યા છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપ ને કેમ કરી ને મત મળે તેવી ખોટી રાજનીતિ રમી રહ્યા છે. ગઈ કાલે રાત્રે એલ ઓ સી પર ભારતીય સેના દ્વારા આતંકવાદી સંગઠન ના કેમ્પો પર હુમલા કરવાના સમાચાર સાંભળ્યા છે પણ આ વાત ને પણ નરેન્દ્ર મોદી સરકાર પોતાની વ્યક્તિગત ઉપલબ્ધિ જ ગણાવશે. જાણે મોટો મિર ના માર્યો હોય. નરેન્દ્ર મોદી ના 57 માસ ના શાસન દરમિયાન દેશ ના અસંખ્ય નાગરિકો અને જવાનો શહિદ થયા છે એનાથી અડધા જવાનો પણ પાકિસ્તાને ગુમાવ્યા છે. નરેન્દ્ર મોદી ને અત્યાર સુધીમાં પાકિસ્તાન ની જનતા કે રાજકીય પક્ષોના નેતાઓ એ હલકે થી લીધા છે એટલેજ કોંગ્રેસ પાર્ટી અને દેશના બીજા પાર્ટી ના નેતાઓ આજે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર રાજકીય પ્રહારો કરે છે અને કહે છે કે નરેન્દ્ર મોદી આમંત્રણ વગર પાકિસ્તાન ગયા તેનાથી ખોટો સંદેશ ગયો છે.

હાલ મા આર ડી એક્સ વિસ્ફોટ કરનાર કાર નું પગેરું મળ્યું છે આ મારુતિ ઇકો કાર ૧૦ દિવસ પહેલા જ સજ્જાદ બટ નામના આતંકી એ ખરીદી હતી. પાકિસ્તાન સામે કડક પગલાં ભરતા નરેન્દ્ર મોદી સરકાર ખચકાય છે તેવી વાતો દેશ અને દુનિયા માં થઇ રહી છે અને લોક મુખે ચર્ચાય છે કે નરેન્દ્ર મોદી ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહ કાર અજિત ડોભાલ ના પુત્ર શૌર્ય તેમજ અંબાણી અને અદાણી ગ્રુપ ના બિઝનેસ પાકિસ્તાન મા ચાલે છે તેને નુકસાન ના થાય તેથી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શાંતિ રાખવામાં આવે છે પણ દેશ ની ૧૨૬ કરોડ જનતા ની ખુશી અને શહીદ થયેલા જવાનો ના બદલા માટે નરેન્દ્ર મોદી સરકાર કશું કરતી નથી. આવા નબળા શાસક ના કારણે જ પાકિસ્તાન પ્રેરિત હુમલા ઓ થઈ રહ્યા છે.

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories