Technology

વોડાફોને પ્રસ્તુત કર્યો ૧૨૯ રૂપિયાનો નવો પ્લાન, દરરોજ મળશે ૧.૫ જીબી ડેટા

February 28, 2019
 351

ટેલીકોમ કંપની વોડાફોને લોકોને આકર્ષિત કરવા માટે ૧૨૯ રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સ અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ કરી શકશે. તેની સાથે જ રોમિંગનો કોઈ પણ ચાર્જ લાગશે નહીં. વોડાફોનના ૧૨૯ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સ દરરોજ ૧૦૦ એસએમએસ ફ્રીમાં મોકલી શકશે. તેના સિવાય દરરોજ ૧.૫ જીબી ૩જી/૪જી ડેટા મળશે.

વોડાફોનનો ૧૨૯ રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન એક બોનસ કાર્ડ પ્લાન છે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનની ખાસ વાત અનલીમીટેડ કોલિંગ સિવાય તેની સાથે આપવામાં આવનાર ડેટા પણ છે. વોડાફોનનો આ નવો રિચાર્જ પ્લાન ગુજરાત, ચેન્નાઈ સિવાય બીજા બધા પ્રમુખ સર્કલ્સમાં ઉપલબ્ધ હશે.

તમને જણાવી દઈએ કે, વોડાફોનના ૧૨૯ રૂપિયા વાળા રિચાર્જ પ્લાન કંપનીના ૧૧૯ રૂપિયા વાળા પ્લાનથી ઘણું મળે છે. તેમ છતાં ૧૧૯ રૂપિયા વાળા રીચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૧જીબી ૩જી/૪જી ડેટા આપવામાં આવશે. આ સમયે ટેલીકોમ કંપનીઓ પોતાની સાથે વધુથી વધુ ગ્રાહકોને જોડવા માટે સતત આકર્ષક પ્લાન લાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ટેલીકોમ કંપની વોડાફોને ૩૫૧ રૂપિયાના રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાનમાં જિયોની જેમ એફયુપી વગર ગ્રાહકોને અનલીમીટેડ કોલિંગનો ફાયદો આપવા આવશે. તેના સિવાય ગ્રાહકોને કોલિંગ સાથે એસએમએસનો ફાયદો પણ આપવામાં આવશે. તેમ છતાં આ પેકમાં ડેટાના ફાયદો ગ્રાહકોને આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, આ પેકની વેલીડીટી ૫૬ દિવસની છે.

તેમાં અનલીમીટેડ કોલિંગ સાથે ૫૬ દિવસની વેલીડીટી સાથે દરરોજ ૧૦૦ એસએમએસ આપવામાં આવશે. આ પેકની ડીટેલ સૌથી પહેલા ટેલીકોમટોકે આપી છે અને જણાવ્યું છે કે, આ પ્રીપેડ રિચાર્જની કિંમત અલગ-અલગ સર્કલના મુજબ અલગ-અગલ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, વોડાફોનના નવા ૩૫૧ રૂપિયા પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી વોડાફોન પ્લે સબ્સક્રિપ્શન પણ મળશે.

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories