Politics

કોંગ્રેસ માટે દેશ પહેલો છે રાજનીતિ નહી

February 28, 2019
 350

૧૩૫ જેટલા વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટી ને હાહા હો હા બરાડા પાડવા વાળા ક્યાંથી ઓળખે. આઝાદી તો ૭૨ વર્ષ પહેલાં મળી હતી તેના ૬ દશક પહેલા થી દેશ સેવા મા લાગેલી સંસ્થા ના હઝારો ફૂટડા નવયુવાનો એ દેશ માટે બલિદાન આપ્યાં છે તે વખતે અંગ્રેજો ના અમાનુષી ત્રાસ વર્તન થી દેશ માટે ફાંસી પર ખુશી થી ચઢવા વાળા નું લીસ્ટ એટલું લાંબુ છે કે તે વખત ના એક ફૂટડા જુવાન ના માથા ના વાળ જેટલી દેશ ભક્તિ નરેન્દ્ર મોદી નામના વ્યક્તિ એ હજી સુધી દેખાડી નથી માત્ર ફોટો શેસન કે શૂટિંગ માટે હંમેશા તૈયાર રહેનાર ને દેશ ભક્તિ ની શું ખબર પડે?? મહાત્મા ગાંધી ને ગોળી મારનારી વિચાર ધારા વાળા પાસે સત્તા આવે ત્યારે નાથુરામ ગોડસે ના ગુણ ની સાથે તેનો આત્મા પુરે પુરી વિચાર ધારા સાથે જ આવે તે સાબિત થઈ રહ્યું છે. જે સંસદ મા પહેલી વખત પ્રવેશ કરતી વખતે શીશ ઝુકાવ્યું હતું તે સંસદ મા ૨૦/૨૨ વખત જઈ ને જુઠ્ઠાણાં ફેલાવતા ભાષણો કરવા સિવાય કશું કર્યું નથી મારા મતે સંસદ ભવન ને પણ અભડાવ્યું કહેવાય કારણ કે જ્યાં ગરીબ પરિવાર માટે રાજનીતિ થવી જોઇએ ત્યાં ઉધોગો માટે ગુલામી પ્રથા વાળા કામ કરતા એમને શર્મ નથી આવી ત્યારે આ સંસદ ભવન ની ભિતો પણ રડી રડી ને કહેતી હશે.

ગરીબ પરિવાર ના લોકો પર ગુલામ બનાવવાની નીતિઓ મારી છત્ર છાયા માં બની એના કરતા વર્ષો પહેલાં મારા ભવન પર હુમલો થયો હોત તો સારું કારણ કે આવા સત્તા ધિષો તો અહી આવત નહી, જ્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા ૫૮ વર્ષો પછી ગુજરાત ના ગાંધીનગર પાસે અડાલજ ત્રિમંદિર ખાતે કોંગ્રેસ ની વર્કિંગ કમિટીની બેઠક નું આયોજન આજે ૨૮ ફેબ્રઆરી ના રોજ હતું અને જન સંકલ્પ રેલી પણ યોજાવાની હતી જેમાં પૂરા દેશ ભર માંથી કોંગ્રેસ ના નેતાઓ કાર્યકરો સાથે એટલી બધી ભીડ એકઠી થવાની હતી કે દેશ ની અન્ય પાર્ટી એ વિચાર્યું પણ નહીં હોય પણ જે ગણો તે 26 તારીખે દેશ ની વાયુ સેના દ્વારા પાકિસ્તાન મા જૈષ્ એ મોહમદ ના આતંકી સંગઠનો પર ૧૦૦૦ કિલો જેટલા બોમ્બ વર્સાવા મા આવ્યા હતા જેના કારણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ થવા ના કારણે કોંગ્રેસ પાર્ટી ના યુવા નેતા અને પ્રમુખ રાહુલ ગાંધી એ કોંગ્રેસ પાર્ટી ની વર્કિંગ કમિટીની બેઠક અને જન સંકલ્પ રેલી ને કેન્સલ કરી ને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માટે પહેલા રાષ્ટ્ર અને પછી રાજનીતિ થશે. બસ આ જ ફરક છે કોંગ્રેસ પાર્ટી અને દેશ ની બીજી રાજકીય પાર્ટી મા. જે પાર્ટી ગીધ ની જેમ લાશો પર રાજનીતિ કરી ને ચૂંટાય છે તે કદાપિ પોતાના દેશ માટે કામ કરી શકે નહી જેના કારણે જે તે દેશ નું ભવિષ્ય પણ અંધકાર મય યુગ માં ચાલ્યું જાય છે અમુક સમય પછી આવી રીતે સત્તા હાંસલ કરનાર ટોળકી ના પરિવારો પણ બરબાદી ના માર્ગે ચાલી ને પોતાની બરબાદી નોતરે છે તે હું માનું છુ અને ઇતિહાસ તેનો સાક્ષી છે. હિટલર. ઇદી અમીન. સદ્દામ હુસૈન કે ગદ્દાફી ના પરિવાર મા કોણ છે?? કોણ હશે?? તે શોધતા જ રહી જશો... જય હો.

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories