1. વાંચો... કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન,જેમણે પાકિસ્તાનને ઝુકાવી દીધું
ભારતીય વાયુસેનાના બાહોશ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનના નામને ત્રણ દિવસ પૂર્વે માત્ર અમુક લોકો જ જાણતા હતા. જેમાં વાયુસેના, તેમના ઘરવાળા, તેમના સાથીઓ અને તેમના સગાસબંધીઓ અનેક કેટલાંક મિત્રો. પરંતુ ત્રણ દિવસ પૂર્વે પાકિસ્તાનના એફ- ૧૬ વિમાનને તોડી પાડીને પીઓકેમાં મીગ-૨૧ ક્રેશ થતા પાકિસ્તાનના હાથમાં પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન અત્યંત સાહસી ઓફિસર છે.
2. વાંચો... કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન,જેમણે પાકિસ્તાનને ઝુકાવી દીધું
વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને મીગ- ૨૧ વિમાન ઉડાવવામાં મહારથ હાંસલ છે. ૩૫ વર્ષના અભિનંદન વર્તમાન વર્ષ ૨૦૦૪માં એરફોર્સમાં જોડાયા હતા.અભિનંદનના પિતા સીમ્હાકુટ્ટી વર્તમાન છે અને તે એરમાર્શલ રહી ચુક્યા છે. વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની પત્નીનું નામ તન્વી મારવાહ છે. તે એરફોર્સના સ્વોડન લીડર પદ પર રહી ચુક્યા છે. જયારે તેમના માતા ડોકટર છે અને તે એબાઉ ધ બોર્ડર ડોક્ટર્સ એનજીઓ સાથે જોડાયેલા છે અને તેમણે ઈરાન સહિત અનેક દેશોમાં સૈનિકો અને લોકોને મેડીકલ સારવાર પણ આપી છે.
3. વાંચો... કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન,જેમણે પાકિસ્તાનને ઝુકાવી દીધું
ભારત અને પાકિસ્તાનની સરહદો ઉભા થયેલા તણાવ વચ્ચે વિંગ કમાન્ડર અભિનંદનને ઝડપથી છોડવા અંગે સરકારે પાકિસ્તાનને જણાવ્યું હતું. તેમજ આમા કોઈ જ પ્રકારની સૌદેબાજીનો સવાલ ઉભો થતો નથી. જયારે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ભારતીય પાયલોટને પરત મોકલવાથી તણાવ ઘટે તો તેની પર વિચાર કરવા માટે તૈયાર છે. જો કે આ દરમ્યાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને જાહેરાત કરી છે કે ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને શુક્રવારે ભારતને સોંપી દેવામાં આવશે. જેને લઈને ભારતના ઉત્સાહનો માહોલ ઉભો થયો છે.
4. વાંચો... કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન,જેમણે પાકિસ્તાનને ઝુકાવી દીધું
કુરેશેએ કહ્યું કે સૌથી પહેલાં કહ્યું કે પાકિસ્તાન પુલવામા આતંકી હુમલા બાદ ભારત તરફથી આપવામાં આવેલા ડોઝીયરનો તપાસ કરશે. તેમણે કહ્યું કે જો ડી એસ્કેલેશન થાય તો પાકિસ્તાન પાયલોટને પરત આપવા તૈયાર છે. તેમજ પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન પીએમ મોદી જોડે વાત કરવા પણ તૈયાર છીએ.
5. વાંચો... કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન,જેમણે પાકિસ્તાનને ઝુકાવી દીધું
બીજી તરફ ભારતીય રક્ષા મંત્રાલયના અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે પાકિસ્તાનનો આક્ષેપ ખોટો છે કે પાકિસ્તાને હવાઈ હુમલા દરમ્યાન ભારતના સંસ્થાનોને નુકશાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાને નૌશેરા અને રાજોરીમાં હુમલા કરવાની કોશિષ કરી હતી. પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોએ તેમની કોશીષ નાકામ કરી હતી.
6. વાંચો... કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન,જેમણે પાકિસ્તાનને ઝુકાવી દીધું
આ ઉપરાંત સુરક્ષા દળોની રજા રદ કરવામાં આવી નથી. પરંતુ ઉચ્ચ પદ પર રહેલા કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. તેમજ આર્મીને કોઈ જ કાર્યવાહી માટે મોકલવામાં આવી નથી. પરંતુ તેમને એલર્ટ રાખવામા આવ્યા છે.
7. વાંચો... કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન,જેમણે પાકિસ્તાનને ઝુકાવી દીધું
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના વિંગ કમાન્ડર અભિનંદનને એલઓસીથી દુર પકડાઈ જવા બાદ સ્થાનિક લોકોએ તેમને માર માર્યો હતો. તેની બાદ તેમને પાકિસ્તાનની સેનાએ સવાલો પણ પૂછયા હતા. તેમજ ભારતીય એરફોર્સનો જવાન તેમના કબજા હોવાથી તેને પાકિસ્તાને મીડિયા સમક્ષ રજુ કર્યો હતા. આ ઉપરાંત પાકીસ્તાને તેમને પૂછેલા સવાલો દરમ્યાન તે અડગ રહ્યા હતા.
8. વાંચો... કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન,જેમણે પાકિસ્તાનને ઝુકાવી દીધું
આ ઉપરાંત તેમનો ચા પીતો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન તેમની સાથે સારો વ્યવહાર કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમના ત્રણ વિડીયો સામે આવ્યા છે. જેમાં પ્રથમ વિડીયો સ્થાનિક લોકો તેમને મારતા નજરે પડે છે. બીજા વિડીયોમાં તેમને લોહીથી ખરડાયેલા ચહેરા સાથે મીડિયા સમક્ષ લાવવામાં આવ્યા છે. જયારે ત્રીજા વિડીયોમાં તે કહી રહ્યા છે કે તેમનું પાકિસ્તાન આર્મી ધ્યાન રાખી રહી છે.
9. વાંચો... કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન,જેમણે પાકિસ્તાનને ઝુકાવી દીધું
અભિનંદનના એક વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે તેમને એક ઓફીસ રૂમમાં રાખવામાં આવ્યા છે. તેમના હાથ પાછળ બાંધવામાં આવ્યા હતા. તેમના ચહેરા પર લોહી લાગેલું છે. આ વિડીયોમા તે કહી રહ્યા છે કે તેમને પોતાનું નામ અને સર્વિસ નંબર જણાવવાની કોઈ જરૂર નથી.તેમજ તે પૂછી પણ રહ્યા છે કે તેમને કોણે પકડ્યા છે.