Politics

વિંગ કમાંડર અને બુથ કમાંડર

March 01, 2019
 282

પાકિસ્તાન ના યુદ્ધ વિમાન ને ભારત ની સીમા થી તગેડી ને પાછા પાકિસ્તાન ની સરહદ સુધી મુકવા વાળા વાયુ સેના ના વીર જવાન અભિનંદન નું યુદ્ધ વિમાન તૂટી પડતાં તે હવાઈ છત્રી ખોલીને જમીન પર આવ્યો ત્યારે તે પાકિસ્તાન ની ધરતી પર ભૂલ મા આવી ગયો હતો તેને પાકિસ્તાન ની જનતા અને મીલીટરી જવાનો એ પકડી ને તેના પર અત્યાચાર કર્યો હોવાના સમાચાર સાંભળવા મળ્યા છે પણ પાકિસ્તાન ના અધિકારી ઓ ની સધન પૂછપરછ બાદ પણ દેશ પ્રત્યે ની વફાદારી મા સહેજ પણ બદલાવ લાવ્યા વગર પાકિસ્તાન ના લશ્કરી અધિકારીઓ ને પણ સોરી જેંટલમેન તમને હું માહિતી આપી શકું તેમ નથી.

કહીને જીવ ની પરવાહ રાખ્યા વગર એક બહાદુર વફાદાર ભારતીય મીલીટરી વિગ કમાંડર તરીકે ફરજ બજાવી છે આજે ત્રીજા દિવસે પાકિસ્તાન થી તે ભારત આવશે ત્યારે એવા સમાચાર સાંભળવા મળ્યા છે કે પાકિસ્તાન ની મીલીટરી ના અધિકારીઓ પણ તેના દેશ પ્રેમ પર ફિદા થઈ ગયા છે. આ વિગ કમાંડર અભિનંદન ની પત્ની સ્નેહા પણ વાયુ સેના મા ફરજ બજાવી ચૂકી છે અને અભિનંદન ના પિતા જી પણ મીલીટરી મા ફરજ બજાવી ચૂક્યા છે ચેન્નાઈ (મદ્રાસ) મા રહેતા આ પરિવાર ને અને દેશ ના તમામ જવાનો ને મારા સલામ સેલ્યુટ છે. ત્યારે બીજી તરફ દેશ ની આ નાજુક પરિસ્થિતિ માં એક રાજકીય પાર્ટી આવનાર લોકસભા ચૂંટણી માટે બુથ કાર્યકર પસંદ કરી રહી છે. તેને એવા બુથ કાર્યકરો ના નામથી એવા લોકો પસંદ કરવા છે કે બુથ ની કામગીરી કરવા માટે તેને ૧૫૦૦ પંદરસો રૂપિયા થી વધુ મહેનતાણું ચૂકવવું છે અને ગેરકાયદેસર રીતે બુથ લેવલ પર પહોંચી ને કામ કરવા ની તૈયારી રાખવી પડશે તેને બુથ મા ફરજ બજાવતા અને મતદાન કરાવતા સરકારી કર્મચારીઓ થી કે બુથ ની આસપાસ ફરજ બજાવતા કોઈ પણ કર્મચારીઓ થી ડરવા ની જરૂર એટલા માટે નથી કે ચુંટણી વખતે મતદાન કરાવવા માટે ફરજ પર મુકાયેલા જે તે કર્મચારીઓ સાથે સાંઠ ગાંઠ થઈ ગઈ હશે ત્યાં જ આ બુથ કમાંડર ને ખોટા કામો કરવાનાં છે.

કારણ કે આ મનુવાદી વિચારધારા યેન કેન પ્રકારે સામ દામ દંડ ભેદ ની નીતી થી સત્તા હાંસલ કરવા માટે તરફડી ઉઠી છે આ પાર્ટી ને દેશ પ્રત્યે કે દેશ ની ગરીબ અને મધ્યમ વર્ગ ની જનતા માટે કોઈ પણ પ્રકાર નો પ્રેમ નથી તેમને તો સત્તા ના નશા મા મહાળવું છે દેશ વિદેશ માં ફરવું છે પુંજી પતી લોકો ની ગુલામી કરીને તેમના ખિસ્સા ભરવા છે પોતાના અંગત શોખ પૂરા કરવા છે. પુંજી પતી ઓ ને તેમની મનગમતી જગ્યા એ કારખાના ફેકટરી કરવા માટે નવા કાયદાઓ બનાવી ને અથવા દાદાગીરી થી ગરીબ ખેડૂતો ની જમીનો પડાવી લેવી છે. દેશ ની જી ડી પી કે ગ્રોથ ની તેમને કોઈ ફિકર ચિંતા નથી. આ લોકો ચુંટણી વખતે રૂપિયા ના જોર થી થોડાક સમય માટે કહેવાતા અસામાજિક તત્ત્વો ને બુથ લેવલ ના કામ આપી દે છે તે લોકો અબૂધ અભણ ડરપોક લોકો ને ડરાવી ધમકાવી કે ૫૦/૧૦૦ રૂપિયા કે નશો કરાવવાની લાલચો આપી ને તેમનો મત મેળવી લે છે તેવા સમાચાર વર્ષો થી સાંભળવા મળી રહ્યા છે. આ સ્થિતિ મા થી દેશ ના લોકો ને બહાર આવવું જ પડશે નહિ તો આ લોકો દેશ ને ૫૦ વર્ષ પાછલ પાડી દેશે.

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories