Politics

નરેન્દ્ર મોદી ને પાકિસ્તાન સામે તંગદિલી નથી દેખાતી ચુંટણી પ્રચાર કરવો છે

March 01, 2019
 275

૧૪ ફેબ્રુઆરી ના બપોરે કાશ્મીર મા પુલવામા પાસે સી આર પી એફ ના કાફલા ઉપર આતંકવાદીઓ ના હુમલા ના કારણે ૪૪ સી આર પી એફ જવાનો શહીદ થયા હતા ત્યાર બાદ લાશો પર રાજનીતિ કરવા ટેવાયેલા ભાજપ ના નેતાઓ એ ભારત માતા કી જય ના નારાઓ સાથે સમગ્ર દેશમાં રાષ્ટ્ર ભક્તિ નું વાતાવરણ સર્જવાનું નાટક કરી દીધું છે.૧૪ થી ૨૫ તારીખ સુધી વડા પ્રધાને ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજ્યો મા ૬/૭ જેવી ચુંટણી સભાઓ ગજવી હતી. શહીદો ની યાદ અને સન્માન ભૂલી ને નરેન્દ્ર મોદીએ 2 વિદેશી મહેમાનો નું હસતા મોઢે ગળે વળગી ને સ્વાગત કર્યું હતું વિદેશ ની 1 એક ટુર પર કરી હતી અને ૨૬ તારીખે વાયુ દળ ને પાકિસ્તાન મા બોમ્બ ફેકી દેવા ના આદેશ બાદ વહેલી સવારે ૩/૩૦ વાગે દેશ ના વાયુ સેના એ પાકિસ્તાન પર ૧૦૦૦ કિલો જેટલા બોમ્બ ફેંક્યા હતા ત્યારે દેશ ની ટીવી મિડીયા એ આખો દિવસ ૯૫ ટકા જેટલા ખોટા સમાચારો બતાવ્યા હતા.

વર્ષો પહેલાં ના યુદ્ધ ના વિડિયો વિડિયો ગેમ શો ના વિડિયો બતાવી ને દેશ ની ભોળી ભાળી જનતા ને દેશ ભક્તિ ને નામે બેવકૂફ બનાવી હતી. એવા સમાચાર પણ લોક મુખે ચર્ચાય છે કે મોદી શાહ ના હુકમ મુજબ ગેરકાયદેસર રીતે ટીવી મિડીયા દ્વારા આવનાર લોકસભા ચૂંટણી મા ભાજપ ને મત મળે તેના માટે નો આ પ્રચાર કરવામાં આવ્યો હતો.57 મહિના ના બેજવાબદાર નિષ્ફળ શાસન થી ખુદ નરેન્દ્ર મોદી પોતે ડરી ગયા છે કે આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપ ૧૦૦ બેઠકો પર પણ વિજય મેળવી શકશે કે નહીં તેથી જ તેમને દેશ ના કોઈ પ્રાણ પ્રશ્નો દેખાતા જ નથી તેમને તો દેશમાં બનતા દરેક બનાવો પણ લોકસભા ચૂંટણી માટે ભાજપ તરફી ફીટ બેસે છે કે નહિ તે જ જોવું છે. દેશ ની વાયુ સેના નો કમાંડર અભિનંદન પાકિસ્તાન ના કબ્જા હેઠળ હોવા છતાં નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પૂરા દિવસ દરમિયાન આવનાર લોકસભા ચૂંટણીમાં દરેક બુથ ને મજબૂત કેમ કરવા તેના માર્ગદર્શન માટે વિડિયો કોન્ફરન્સ દ્વારા દિવસ પૂરો કર્યો હતો હકીકત મા દેશના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ને પૂરો સમય દેશ માટે આપવાનો હોય છે પાર્ટી માટે તે ના આપી શકે. મારું માનવું એ છે કે દેશના વડા પ્રધાને ચુંટણી પ્રચાર જ કરવાનો ના હોય.

સત્તા પર જે પાર્ટી ની વ્યક્તિ વડા પ્રધાન તરીકે હોય તે પાર્ટી ના અન્ય નેતાઓ દ્વારા જ ચુંટણી પ્રચાર થાય અને મત મંગાય. પણ આ દેશ મા તો જેની લાઠી તેની ભેંસ જેવો ઘાટ છે. હવે સોમવારે 4 તારીખે નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે એર સ્ટ્રાઈક નો લાભ લેવા માટે ભાજપ અને તેમના દ્વારા તેમના ભવ્ય સ્વાગત નું નાટક યોજવાના સમાચાર મળ્યા છે જેમાં મુખ્ય માર્ગો પર ત્રિરંગા લઈ કાર્યકરો અનેરો માહોલ સર્જશે નરેન્દ્ર મોદીના વિશાળ કટ આઉટ હશે સ્વાગત દ્વાર બનશે જેમાં ટેક્સ ના રૂપિયા પાણી ની જેમ વાપરી નાખવામાં આવશે. પણ અમિત શાહ દ્વારા મેરા પરિવાર ભાજપ પરિવાર અને ઘર પર ભાજપ ના ઝંડા ને ફરકવા નો અમિત શાહ નો પ્લાન સંપૂર્ણ રીતે નિષ્ફળ ફેલ ગયો છે જનતા ની દેશપ્રેમ ની દાઝ જોઈ ને ભાજપ ના નેતાઓ એ જ ભાજપ નો ઝંડો લહેરાવવા નો પ્રયાસ પડતો મૂક્યો હતો. ત્યારે મારા માનવા મુજબ ખાડો ખોદે તે પડે તે કહેવત મુજબ ભાજપ જ આ ખાડા મા પડશે જ. અને જનતા ના સારા દિવસો આવશે જ.

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories