Technology

ટ્વીટરે લોન્ચ કર્યું પોલીટીકલ એડ ટ્રેકિંગ ટુલ

March 01, 2019
 244

દિગ્ગજ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરે ફેક ન્યુઝ પર રોક લગાવવા માટે ઓસ્ટ્રેલિયા, યુરોપ અને ઇન્ડિયામાં પોલેટીકલ એડ ટ્રેકિંગ ટુલ લોન્ચ કર્યું છે. આ ટુલની મદદથી ટ્વીટર પર પ્રમોટ કરવામાં આવી રહેલા કન્ટેન્ટ માટે કોણે પૈસા આપ્યા છે તે યુઝર્સ જોઈ શકશે. એટલે હવે યુઝર્સ ટ્વીટરના ટ્રાન્સપરેન્સી સેન્ટર પર જાહેરાતની સચાઈની તપાસ કરી શકશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા થોડા સમયથી ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વીટર પર ફેક ન્યુઝ પર રોક લગાવવા માટે દબાવ બનાવવામાં આવી રહ્યો છે.

જયારે તાજેતરમાં ટ્વીટર પર આરોપ લગાવ્યો હતો કે, તે યુઝર્સ દ્વ્રારા શેર કરવામાં આવેલ મેસેજને સ્ટોર કરે છે. એક ઓનલાઈન રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વીટર પોતાના યુઝર્સના મેસેજને લાંબા સમય સુધી સ્ટોર કરી રાખે છે અને તેમાં તે મેસેજ પણ સામેલ છે જેને યુઝર્સ ડીલીટ કરી દેશે. તેની સાથે જ ટ્વીટર તે ડેટાનો પણ સ્ટોર કરે છે જે ડીલીટ થયેલા એકાઉન્ટસ દ્વ્રારા ક્યારેય શેર અથવા રીસીવ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ વ્હોટ્સએપે પણ ફોરવર્ડ ફીચરને બસ પાંચ કોન્ટેક્ટસ સુધી લીમીટ કરી દીધી હતી, જેનાથી એક જ મેસેજ પાંચથી વધુ લોકોને ફોરવર્ડ ના કરી શકાઈ. જ્યારે ૨૦૧૯ લોકસભા ચુંટણી પહેલા વ્હોટ્સએપની જવાબદારી પણ વઘી ગઈ છે. વ્હોટ્સએપે જાણકારી આપી દીધી છે કે, કેવી રીતે બલ્ક અને ઓટોમેટેડ મેસેજેસની પ્રોબ્લમને મશીન લર્નિંગની મદદથી કંપની દુર કરી રહી છે અને એક્શન લઇ રહી છે.

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories