1. પોટેટો ટોફી
પોટેટો ટોફી એક ખુબ જ યમ્મી સ્નેક્સ છે બાળકો તો જોતા જ પોટેટો ટોફીના દીવાના થઇ જાય છે. મોટાને પણ આ આકર્ષિત કરે છે. આલું ટોફી બનાવવી ખુબ જ આસન છે. તમે આલુ ટોફીને બાળકોની બર્થ ડે પાર્ટી પર પણ બનાવી શકો છો. મહેમાનોને નાસ્તામાં સર્વ કરી શકો છો પોટેટો ટોફી જોઇને અને તેને ખાઈને કોઈ પણ તેની તારીફ કર્યા વગર નહિ રહી શકે. આ એક યુનિક રેસીપી છે તો વાર કઈ વાતની ઝડપથી જ બનાવીએ પોટેટો ટોફી.
2. પોટેટો ટોફી
જરૂરી સામગ્રી:
મેદો= અડધો બાઉલ
અજવાઈન = એક ચમચી
તેલ = એક ચમચી
ઓઈલ = બે ચમચી
મીઠું = સ્વાદપ્રમાણે
તેલ = ટ્રોફી ફ્રાય કરવા માટે
ફીલિંગ બનાવવા માટે સામગ્રી:
બટાકા = ૨ બાફેલા બટાકા
કાશ્મીરી લાલ મરચાં = એક ચમચી
ચાટ મસાલા = એક ચમચી
ગરમ મસાલો = અડધી ચમચી
મીઠું = સવાદ પ્રમાણે
બેસન = ૪ ચમચી
લીલા મરચાં= ૨ ઝીણા સમારેલાં
કોથમીર = ૨ ચમચી, ઝીણી સમારેલી
તેલ = ૨ ચમચી
3. પોટેટો ટોફી
રીત:
આલુ ટોફી બનાવવા માટે એક બાઉલમાં મેંદો, તલ ,અજ્વાઈન, તેલ અને મીઠું નાંખીને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લો. હવે આમાં થોડું ગરમ પાણી નાંખીને આનો એક કાઠો લોટ બનાવીને તૈયાર કરી લો. લોટ ને ભીના કપડાથી ઢાંકીને ૧૦ થી ૧૫ મિનીટ સુધી રાખી દો. એટલે કે ટોફી બનાવવા માટે લોટ સરખો થઇ જાય.
ટોફી બનાવવા માટે ફીલિંગ તૈયાર કરીએ છીએ પૈનને ગેસ પર મુકો અને આમાં ૨ ચમચી તેલ નાંખી દો. તેલ ગરમ થવા પર આમાં ઝીણા સમારેલા મરચાં, કોથમીર, ચાટ મસાલો, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, બેસન નાખીને ૨ થી ૩ મિનીટ ધીમા ગેસ પર મુકીને હલાવો.
જયારે બેસન કાચો લોટ ભળી જાય તો પછી આમાં બાફીને મિકસ કરેલા બટાકા નાંખીને મસાલા સાથે મિક્સ કરી લો. સાથે જ સ્વાદાનુસાર મીઠું નાંખીને ચલાવો બટાકાને મસાલાની સાથે ૨ થી ૩ મિનીટ સુધી ફ્રાય કરો.
પોટેટો ટોફી બનાવવા માટે ફીલિંગ બનીને તૈયાર છે. ગેસને બંધ કરી દો આલુ ટોફી બનાવવા માટે ફીલિંગ બનીને તૈયાર છે. ગેસને બંધ કરી દો આલુ ટોફી બનાવવા માટે બાંધેલા લોટ માંથી નાના નાના ગુલ્લા તોડી લો.
4. પોટેટો ટોફી
ગુલ્લા ને બેસનની મદદથી મોટું કરી લો. પછી ચપ્પાની મદદથી આને ત્રણથી ચાર જગ્યાએ થી કાપી દો.
હવે થોડી ફીલિંગ લઈને હાથની મદદથી થોડો મોટો આકાર આપો. પછી આ ફીલિંગને જ્યાં લોટ પર કટ લગાવ્યો હતો જ્યાં રાખીને બંને તરફથી ફોલ્ડ કરીને કિનારીને વાળી દો. આવી રીતે જ બાકીની બધી ટોફી બનાવી લો.
ટોફી ને ફ્રાય કરવા માટે પૈનમાં તેલ નાંખીને ગરમ થવા માટે મૂકી દો. તેલ ગરમ થવા પર ટોફીને તેલમાં નાંખી દો. ગેસની આંચ મીડીયમ કરી દો. ટોફીને તેલમાં નાંખી દો ગેસની આંચ મીડીયમ કરી દો. ટોફી ને ગોલ્ડન થવા સુધી હલાવતા બધી બાજુથી સરખી રીતે ફ્રાય કરી દો.
આવી જ રીતે બાકીની ટોફી ફ્રાય કરી લો ઉપરથી ચાટ મસાલો નાંખીને ટોમેટો સોસ સાથે સર્વ કરો. પોટેટો ટોફીને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સવારે નાસ્તા અથવા સાંજની ચાના સાથે બનાવી શકો છો કુર કુરે અને ક્રિસ્પી પોટેટો ટોફી ખાવા માટે તૈયાર છે.