1. વિરાટ કોહલી – રોહિત શર્મા
ભારતીય ક્રિકેટ ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે શરુ થઈ રહેલી પાંચ મેચની વનડે સીરીઝ હૈદરાબાદના રાજીવ ગાંઘી આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમમાં રમાશે. એ પણ ટીમ ઇન્ડિયા ખેલાડીઓનો પ્રયોગ કરવાનું ચાલુ રાખશે જેથી 'વર્લ્ડ કપ ટીમ' ના સ્થાન સુનિશ્વિત થઈ શકશે. ટીમ ધીરે-ધીરે વર્લ્ડ કપના રંગમાં ઢોળાઈ રહી છે. એવામાં ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝમાં ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડને તોડી શકે છે.
2. વિરાટ કોહલી – રોહિત શર્મા
બંને દેશની વચ્ચે રમાયેલી વનડે સીરીઝમાં સૌથી વધુ સદી ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના નામે છે. અત્યાર સુધી રોહિત શર્મા ૩ સદી ફટકારી ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના બરાબર છે. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં રમતા ૪ સદી ફટકારી છે. બે સદી ફટકારતા જ તે સચિન તેંડુલકરથી આગળ નીકળી જશે.
3. વિરાટ કોહલી – રોહિત શર્મા
બંને દેશની વચ્ચે રમાયેલ વનડે મેચની વાત કરીએ તો સચીન તેંડુલકરે અત્યાર સુધી કુલ ૯ સદી ફટકારી છે અને રોહિત શર્માના નામે ૭ સદી છે. તેનો અર્થ એ છે કે, બે સદી સાથે તે સચીન તેંડુલકરની બરાબરી કરી લેશે. વિરાટ કોહલીના નામે ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ૬ સદી છે.
રોહિત શર્માની આઠે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે ૩ સદી ફટકારી છે. વિરાટ કોહલી પણ સચિન તેંડુલકરની ચાર સદીના આંકડાને પાર કરી શકે છે.
4. ભારત – ઓસ્ટ્રેલિયા વનડેમાં સદી બનાવનાર બેટ્સમેન
ખેલાડી |
ટીમ |
મેચ |
સદી |
અડધી સદી |
સચિન તેંડુલકર |
ભારત |
૭૧ |
૯ |
૧૫ |
રોહિત શર્મા* |
ભારત |
૩૧ |
૭ |
૫ |
વિરાટ કોહલી* |
ભારત |
૩૧ |
૬ |
૫ |
રિકી પોન્ટિંગ |
ઓસ્ટ્રેલિયા |
૫૯ |
૬ |
૯ |
વીવીએસ લક્ષ્મણ |
ભારત |
૨૧ |
૪ |
૨ |