Technology

જિયોને મળ્યો પ્લે અલોંગને ગ્લોબલ મોબાઇલ એવોર્ડ્ઝ

March 02, 2019
 648

નવતર પહેલ જિયો ક્રિકેટ પ્લે અલોંગે MWC19 બાર્સેલોના ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત ગ્લોબલ મોબાઇલ (GLOMO) એવોર્ડ્ઝનો 'બેસ્ટ યુઝ ઓફ મોબાઇલ માર્કેટિંગ' એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડના અન્ય નોમિનીઝમાં સ્માર્ટી માટે બુયાપોવા એન્ડ સ્માર્ટી, ડાયલોગ મેગા રન મોબાઇલ માર્કેટિંગ પ્લેટફોર્મ માટે ડાયલોગ એક્ઝિએટા, યુનાન ટુરિંગ બાય વન મોબાઇલ ફોન માટે ચાઇના મોબાઇલ યુનાન એન્ડ હુઆવેઇ તથા ફ્રીનેટ્સ ફ્રીનિવર્સાયા માટે વોઇજ ઇનોવેશન્સનો સમાવેશ થાય છે.

જિયો ક્રિકેટ પ્લે અલોંગ એક પ્રયોગાત્મક માર્કેટિંગ અભિયાન છે, જે યુઝર્સને ટીવી અને મોબાઇલ પર જે-તે સમયે એકીસાથે તથા ઇન્ટરેક્ટિવ રીતે ક્રિકેટ જોવાનો લ્હાવો પૂરો પાડે છે.

GLOMO એવોર્ડ્ઝ બહેતર ભવિષ્યનું સર્જન કરવા માટે કૌશલ્ય અને નવતર પહેલની સીમાઓને નવા સ્તર પર લઈ જતી ટેકનોલોજી, ઉત્પાદનો, કંપનીઓ તથા વ્યક્તિઓને પ્રસિદ્ધ કરીને, તેમની શ્રેષ્ઠતાને સ્વીકારીને તેમનું સન્માન કરે છે.

જિયો ક્રિકેટ પ્લે અલોંગને પ્રાપ્ત થયેલા એવોર્ડ વિશે વાત કરતાં જજીસે જણાવ્યું હતું કે, "મોબાઇલ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ ઇનિશિએટિવ (પહેલ) થકી અપાર સફળતા માટેની યોગ્યતા હાંસલ કરવા માટે તેણે તમામ પાસાં તપાસ્યાં હતાં. જ્યારે તમે તમામ બુદ્ધિશાળી આયોજન અને અમલીકરણમાં વૃદ્ધિ કરો છો, ત્યારે લાખો લોકો અને 19 એડવર્ટાઇઝર્સે આ પ્રગતિશીલ અને મજાના પ્લેટફોર્મનો લાભ લીધો, તેમાં કોઈ આશ્ચર્ય નથી."

જિયો ક્રિકેટ પ્લે અલોંગે દર્શકોને સહભાગીઓમાં પરિવર્તિત કરીને, દેશને ક્રિકેટની વધુ નિકટ લાવીને, લોકોને તેમની ફેવરિટ ટીમ અને ખેલાડીઓની વધુ નિકટ લાવીને લોકોને દેશની સૌથી લોકપ્રિય રમતની ઊજવણી કરવા માટે એકજુટ કર્યા.

ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટને ઇન્ટરેક્ટિવ અને અત્યંત રસપ્રદ મોબાઇલ એપ્લિકેશન સાથે જોડવાનો કોન્સેપ્ટ ભારતીય દર્શકોએ હોંશભેર વધાવી લીધો હતો અને 100 મિલિયન કરતાં વધારે લોકોએ ભાગ લીધો હતો અને લાખો કલાક સુધી લોકો આ પ્લેટફોર્મ પર વ્યસ્ત રહ્યાં હતાં.

જિયો ક્રિકેટ પ્લે અલોંગ વિશે:

જ્યારે ક્રિકેટ મેચનું ટીવી પર લાઇવ પ્રસારણ થતું હતું, ત્યારે યુઝર્સ તેમની મોબાઇલ સ્ક્રીન્ઝ પર જિયો ક્રિકેટ પ્લે અલોંગ સાથે સંકળાઈ શકતા હતા. આ કોન્સેપ્ટ -ત દર્શકો તેમનો મનપસંદ ક્રિકેટ કોન્ટેસ્ટ જોવાની સાથે-સાથે લાઇવ મેચના પરિણામની આગાહી કરીને તેનો ભાગ પણ બની શકે તે સુનિશ્ચિત કરવા માટે ઇન્ટરેક્ટિવિટી (ક્રિયા-પ્રતિક્રિયા)ના મૂળભૂત સિદ્ધાંત પર આધારિત હતો. આ ગેમ જિયો અને નોન-જિયો સબસ્ક્રાઇબર્સ - બંને માટે ઉપલબ્ધ હતી. તેમાં ભાગ લેવા માટે યુઝર્સ માયજિયો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેતી હતી.

પ્રતિસ્પર્ધીઓ જે-તે સમયનાં પરિણામોનું અનુમાન કરીને ક્રિકેટ વિશેનું તેમનું જ્ઞાન ચકાસી શકતા હતા અને પ્રત્યેક સાચા અનુમાન બદલ પોઇન્ટ્સ મેળવતા હતા. દરેક મેચ માટેના સૌથી વધુ સ્કોરર્સ તથા ઓવરઓલ ટોપ સ્કોરર્સને ઇનામ આપવામાં આવ્યાં હતાં.

Tags:
cricket play along  how to play jio cricket  how to play jio cricket play along  Jio  jio cricket  jio cricket live  jio cricket offer  Jio Cricket Play Along  jio cricket play along kaise khele  jio cricket play along offer 2018  jio cricket play along prizes  jio ipl  jio ipl offer  jio ipl play along  Jio Play Along  play and win jio cricket  play jio cricket  what is jio cricket play along  jio news 

Share:

Latest News

  • માઈકલ વોને ઋષભ પંતની બેટિંગ અંગે આપ્યું મોટું નિવેદન...
  • જેનીફર વિંગેટે દેખાડ્યો હુસ્નનો જલવો, લેટેસ્ટ ફોટોશૂટ જોઇને થઇ જશો દંગ
  • ગુજરાત સરકાર એનીમલ એકસચેન્જ પ્રોગામ હેઠળ યુપી બાદ મુંબઈ અને પંજાબને પણ સિંહની જોડી આપશે
  Latest News
  • આ રીતે બનાવો હેલ્થી સોમ ટોમ સલાડ
  • વર્ષો અગાઉ ના વિદેશ નો ફોટો જોઈ ને સવાલ થાય છે કે નરેન્દ્ર મોદીએ પાસપોર્ટ કેવી રીતે મેળવ્યો?
  • રાહુલ ગાંધી. પ્રિયંકા ગાંધીનો નરેન્દ્ર મોદી સામે પ્રચાર નો જંગ
  • બેબી શાવરના પહેલા અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રીએલાએ કરાવ્યું ફોટોશૂટ
  • ૭૨ વર્ષના આ વ્યક્તિએ પાર કર્યો એટલાન્ટિક મહાસાગર
  Categories