India

Politics

ઇસ્લામિક દેશોના સંગઠનમા મોદી સરકારની રણનીતિ નિષ્ફળ નીવડી : કોંગ્રેસ

March 03, 2019
 497

ઇસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીમાં કાશ્મીર મુદ્દે મંજુર કરવામાં આવેલા પ્રસ્તાવ પર કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન તાક્યું છે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીની વિદેશનીતિ નિષ્ફળ નીવડી છે તેમજ આ મુદ્દે તેમણે જવાબ આપવો જોઈએ.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે ભારત કેટલાક દશકોથી ઓઆઈસીને અવગણના કરતું હતું. પરંતુ વડાપ્રધાન મોદીની વિદેશનીતિથી તેના નિવેદનોને કાયદેસરતા મળી છે.જેના બદલે ભારતને એવું નામ મળ્યું જેની જેટલી ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે. મનીષ તિવારીએ કહ્યું કે એનડીએ સરકાર ઓઆઈસીમા ભાગ લેવો પોતાની મોટી ઉપલબ્ધી ગણાવે છે. પરંતુ વાસ્તવમાં તેમાં તેમણે દેશહિતોનું સમપર્ણ કર્યું છે.

આ પૂર્વે કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાજકીય જીતને રાજકીય હારમાં બદલી દેવામાં આવી છે. તેમણે સવાલ કર્યો કે પીએમ મોદીએ વિદેશ મંત્રીને ઓઆઈસીમાં ભારત વિરુદ્ધના આ પ્રકારના આરોપને સ્વીકાર કરવા મોકલ્યા હતા. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને જવાબ આપવો જોઈએ. સમાચારો અનુસાર ઓઆઈસીમાં કાશ્મીરમા માનવ અધિકારોનું હનન થઈ રહ્યું હોવાનો પ્રસ્તાવ મંજુર કરવામાં આવ્યો હતો. જો કે ભારતે આ પ્રસ્તાવને રદ કરતા જણાવ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે.

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories