આ જગ્યાએ પ્રાણીઓની જેમ પિંજરામાં રહેવા માટે મજબૂર છે લોકો

April 24, 2019
 383

તમે સાંભળ્યું હશે કે, પ્રાણીઓને પિંજરામાં રાખવામાં આવે છે. તમે જ્યારે ફરવા માટે ઝૂમાં ગયા હશો ત્યારે તમને આ નજારો જોવા મળ્યો હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું અથવા જોયું છે કે, માણસો પીંજરાની અંદર રહેતા હોય. પરંતુ એક જગ્યા એવી છે જ્યાં લોકો વાસ્તવમાં પીંજરામાં રહે છે. હવે તમે વિચારી રહ્યો હશો કે આવું કે, તો આવો જાણીએ તેના પાછળ હકીકત શું છે.

જે દેશમાં લોકો પીંજરામાં રહે છે તે દેશનું નામ હોંગકોંગ છે. અહીંના લોકો પીંજરામાં રહે છે. વાસ્તવમાં, આ પીંજરામાં તે લોકો રહે છે જે મોંઘા ઘર ખરીદવામાં સક્ષમ ના હોય. એવામાં આ લોકોની પાસે રહેવા માટે એક જ વિકલ્પ બચ્યો છે તે છે આ પીંજરું. પરંતુ આ પીંજરા પણ તે લોકોને સરળતા મળતા નથી, તેના માટે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રાપ્ત માહિતી મુજબ, એજ પીંજરાની કિંમત લગભગ ૧૧ હજાર રૂપિયા હોય છે. આ પીંજરાને ખંડેર બની ચુકેલા મકાનોમાં રાખવામાં આવે છે ત્યાર બાદ અહીં લોકો રહે છે.

આ પીંજરાની અંદર એક-એક એપાર્ટમેન્ટમાં ૧૦૦-૧૦૦ લોકો રહે છે. તેની સાથે એક એપાર્ટમેન્ટમાં માત્ર ૨ ટોયલેટ હોય છે. એવામાં લોકોને રૂપિયા આપ્યા બાદ પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકો અહીં સુવા માટે ગોદળાની જગ્યાએ વાંસની બનેલી ચટાઇનો ઉપયોગ કરે છે. આ લોકો માટે અહી દિવસ કાપવો ઘણો મુશ્કેલ ભરેલ હોય છે, પરંતુ કોઈ બીજા વિકલ્પ ના હોવા કારણે મજબુરીમાં આ રસ્તો દેખાઈ છે.

Tags:
Hong Kong  Hong Kong poor  Victoria Peak  cage  metal cage 

Share:

Latest News

  • જાવેદ અખ્તર વિરોધ માનહાનિનો દાવો, સાધ્વી પ્રજ્ઞા પર કરી હતી આપત્તિજનક ટીપ્પણી
  • શમા સિકંદર થાઈલેન્ડમાં કરી રહી છે હોલીડે એન્જોય, તસ્વીરો થઈ વાયરલ
  • કોણે મળશે ફાઈનલની ટીકીટ, રોહિત સામે ધોનીનો પડકાર
  Latest News
  • આ રીતે બનાવો સ્વાદિષ્ટ ખાંડવી
  • પ્રિયંકાના લુકની તુલના વિરપ્પનની મૂછો સાથે , સોશિયલ મીડિયામાં આવી રીતે ઉડી મજાક
  • ગુજરાત મોડલ પોલ હરતા ફરતા ભાગ ૨
  • વિડિઓ : ઇન્ડીયન અભિનેત્રી રિયા સેનની લેટેસ્ટ તસ્વીરો
  • વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ બેટ્સમેન સિમોર નર્સનું અવસાન
  Categories