Politics

મોબ લીંચીગ ઘટના મા પોતાની સરકાર ની જવાબદારી થી હાથ અધ્ધર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

June 29, 2019
 305

ઝારખંડ રાજ્ય મા તબરેઝ નામના મુસ્લિમ યુવાન ને હિન્દુ ધર્મ ના એક અસામાજિક તત્વોએ થાંભલા સાથે બાંધી ને જય શ્રી રામ ના નારા બોલાવ્યા અને તેને ટોળાં દ્વારા વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવતા આ યુવાન નું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ દેશ ભર મા તમામ નાગરિકો મા ભાજપ સરકાર પર ગુસ્સો હતો અને તેના પડઘા પડયા હતાં સોશીયલ મીડીયા મા દરેક ધર્મ ના લોકો એ તબરેજ નો ઝાડ સાથે બાંધેલા ફોટા ને વાયરલ કર્યો હતો જેમાં તે દયા ની ભિખ માંગતો દેખતો હતો. પણ જ્યાર થી દેશ ના ગૃહ મંત્રી અમિત શાહ બન્યા હતા ત્યાર થી હિંદુ સમાજ ની કહેવાતી સંસ્થાઓ ના નામે હિંદુ ધર્મ ના રામ ને માનતા અસામાજિક લુખ્ખા તત્વો બેફામ બન્યા છે તે લોકો ખુસ છે કે ગૃહ મંત્રી અમિત શાહ છે અમને હવે ચિંતા ફિકર રાખવાની જરૂર નથી કારણ કે કાયદો અમારું બગાડી શકશે નહી..

પૂરા દેશ મા થી ગુસ્સા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે હાથ અધ્ધર કરી ને પોતાની સરકાર ની જવાબદારી ની તો વાત જવા દો પણ ઝારખંડ ની રાજ્ય સરકાર ની પણ જવાબદારી થી મુક્ત કરી દીધી છે અને બેસર્મ રીતે કહ્યું છે કે આવી એકલ દોકલ ઘટના અંગે પૂરા ઝારખંડ ને બદનામ ના કરી શકાય. જ્યારે નરેન્દ્ર મોદી જો વિપક્ષ મા હોત અને કોઈ હિંદુ યુવાનને મુસ્લિમ યુવાનો ના ટોળાએ આવું વર્તન કર્યું હોત તો રાજ્ય સરકાર ને મુસ્લિમ સમાજ ને અને કેન્દ્ર સરકાર ને ઘેરી હોત અને પાછલા ૧૮ વર્ષ થી નરેદ્ર મોદી અને ભાજપ આવું જ બોલતા આવ્યા છે કે માં ભારતી કા અપમાન હો ગયા કે 6 કરોડ ગુજરાતીઓ નું અપમાન થયું છે પણ હંમેશા 2 મોંઢા ની વાતો કરતા રહેતા નરેન્દ્ર મોદીએ પાછલા ૧૦ દિવસ માં ઘટેલી ઘટનાઓ ને ઢાંકવા માટે ગુજરાત ના સંદેસરા બંધુઓ જે વિદેશ ભાગી ગયા હતા તેમની વિદેશ ની મિલકતો ભારત સરકારે જપ્ત કરી છે તે સમાચાર પેડ મિડીયા પર ચલાવીને આ ઘટના ને અને ગઈ કાલે મધ્ય પ્રદેશ ના ઇન્દોર ખાતે બનેલી ઘટના ને દાબી દેવા પ્રયાસ કર્યો છે ઇન્દોર ખાતે ભાજપ ના સિનિયર પણ ના લાયક નેતા કૈલાશ વિજય વર્ગીસ ના પુત્ર જે મધ્ય પ્રદેશ નો એમ એલ એ છે તે આકાશે પોતે ઇન્દોર નગર પાલિકા ના અધિકારી ને ક્રિકેટ ના બેટ થી જાહેર મા બેરહેમી થી માર માર્યો હતો અને તેને મદદ કરનાર અન્ય સાથીઓ ની પણ પોલીસે ધરપકડ કરી છે જ્યારે ટીવી એંકર દ્વારા આકાશ ના બાપ કૈલાશ વિજય વર્ગીસ ને પૂછ્યું કે આ વર્તન સારું ના કહેવાય કે એક ધારા સભ્ય ગુંડા ની જેમ પોતાનું ટોળું ભેગું કરીને કાયદા નું પાલન કરતા સરકારી કર્મચારી ને જાહેર મા મારે ત્યારે પણ કૈલાશ વિજય વર્ગીસ એ પત્રકાર ને કહ્યું હતું કે તું કોણ છે ? તું જજ છે ? તારી હેશિયત શું છે ? એક ધારા સભ્ય ની વેલ્યુ શું છે ? તેની તાકાત શું છે ? આવા અસામાજિક કામો કરવા વાળા ભાજપ ના નેતાઓ ના કારનામા છૂપાવવા નરેન્દ્ર મોદી હજી પણ ખોટી રાજનીતિ કરી રહ્યા છે અને સંડેસરા ની મિલકત જપ્ત કર્યા ના જૂના સમાચાર જનતા ને કહી રહ્યા છે અને આ મિલકત છોડાવવા માટે સંડેસારા બંધુ વિદેશ ની સુપ્રીમ કોર્ટ સુધી જશે ત્યાં સુધી ૧૦/૧૫ વર્ષ મા વિદેશ ની કોર્ટ શું કરશે. તે વાત નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે કે આ મિલકત વેચી ને ભારત સરકાર ને હાલ ૧/૨ વર્ષ મા એક રૂપિયો પણ મળવાનો નથી પણ દેશ ના આંધળા બનેલા ભક્તો ખુસ થયા છે અને મગજ ચાલતા પણ નથી.

Tags:
PM Modi  Mob Lynching Incident  PM Modi  Narendra Modi  BJP  BJP News 

Share:

Latest News

  • અભિનેતા અમિત પુરોહિતનું અવસાન, અદિતિ રાવ હૈદરી સહિત આ સ્ટાર્સે વ્યક્ત કર્યું દુઃખ
  • વિડિઓ : કંગનાએ કોને કહ્યું કે તમે 50 થી 60 રુપિયામાં વેચાઈ જશો
  • ક્વોલકોમ લાવ્યું નવું પ્રોસેસર, સસ્તા સ્માર્ટફોન પણ બનશે પાવરફૂલ
  Latest News
  • ભાજપના રાજમાં શોષણ, આશ્રમ શાળાના ગૃહપતિનો એક મહિનાનો પગાર માત્ર ૩૦ રૂપિયા.
  • મિચેલ સ્ટાર્કે બનાવ્યો એક વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ
  • ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ફોન પર મળી ધમકી, ગુજરાત છોડાવી દઈશ.
  • રાહુલ ગાંધી એડીસી માનહાની કેસમા અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહેશે, કોંગ્રેસ કાર્યકરો કરશે ઠેર ઠેર સ્વાગત.
  • ઓસ્ટ્રેલિયા સામે જો રુટે પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ
  Categories